સમાજવાદી પાર્ટી નું રાષ્ટ્રીય અધિવેશન આગ્રામાં ગુરુવારે યોજાયું. તેમાં અખિલેશ પાર્ટીના બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અખિલેશ યાદવે મુલાયમ સિંહને અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ પહોંચ્યા નહીં. અખિલેશને આગલા 5 વર્ષ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ અધિવેશનમાં દેશભરમાંથી આશરે 15 હજાર પાર્ટીના ડેલિગેટ્સે હિસ્સો લીધો હતો.અધિવેશનમાં હિસ્સો લેવા માટે અખિલેશ બુધવારે પહોંચ્યા હતા, જ્યારે રામગોપાલ 3 ઓક્ટોબરે જ પહોંચી ગયા હતા. 28 સપ્ટેમ્બરે અખિલેશ યાદવે મુલાયમ સિંહને મળીને આગ્રાના રાષ્ટ્રીય અધિવેશનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ અધિવેશનમાં પહોંચ્યા નહીં.પહેલા સમાચાર આવ્યા છે કે કારોબારી દોસ્ત પાસે મુલાયમ સિંહે અધિવેશનમાં જવા માટે ચાર્ટર્ડ પ્લેન માંગ્યું હતું.બુધવારે અખિલેશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું “મેં નેતાજી પાસે આશીર્વાદ માંગ્યા છે, હું ઇચ્છું છું કે તેઓ આગ્રા આવે.”
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!