બહુઆયામી કાર્યક્રમમાં ડો. ભાવનાબેન જોશીપુરા, સી.જે.પટેલ, કિરણબેન મોરીયાણી, ડી.જે. મહેતા, વિનોદ પુરીયા વગેરે ઉ૫સ્થિત રહ્યા
અખિલ હિંદ મહીલા પરિષદના ઉપક્રમે ગુજરાત રાજય શ્રમ અને રોજગાર વિભાગ તથા મહીલા અને બાળ કલ્યાણ વિભાગનાં સહયોગથી રાજકોટ ખાતે શ્રમીક મહિલાઓ તેમજ કામના સ્થળે મહીલાઓની સુરક્ષાનાં કેન્દ્રવર્તિ વિચાર સાથે બહુપરિમાણીય કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો.
અખિલ હિંદ મહીલા પરિષદના પ્રમુખ ભાવનાબેન જોશીપુરાના અઘ્યક્ષ સ્થાને રાજયનાં શ્રમ રોજગાર આયુકત સી.જે. પટેલ જીલ્લા રક્ષણ અધિકારી કિરણબેન મોરીયાણી, કાયદા ભવનના પ્રોફેસર આનંદ ચૌહાણ, નાયબ શ્રમ આયુકત ડી.જે. મહેતા જીલ્લા ઉઘોગ કેન્દ્રના વિનોદ પુરીયા સહીત વિવિધ વિભાગોનાં અધિકારીઓ તેમજ સ્વૈચ્છીક સંગઠનાઓના પદાધિકારીઓ ઉ૫સ્થિત રહેલ.
શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગતની અસંગઠીત શ્રમિક ક્ષેત્રની માનધન પેન્શન યોજના સહીતના વિવિધ સામાજીક સુરક્ષા પ્રબંધો તેમજ મહીલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત મહિલા સુરક્ષા સશકિતકરણ અને કલયાણ યોજનાઓ આવરી લેવામાં આવેલ.
બહુપારિમાણીય કાર્યક્રમનાં સંવાહક ડો. ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલમાં રહેલ કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષા વિષયક પ્રબંધો સંદર્ભે દુરનાં છેવાડાના આર્થિક પછાત વિસ્તારો અને લાભાર્થીઓ સુધી પહોચાડવા સ્વૈચ્છીક સંસ્થાઓની સક્રિય ભૂમિકાના કેન્દ્રવર્તિ વિચાર સાથે આ પ્રકારનો કાર્યક્રમ આયોજીત કરાવામાં આવેલ છે. ભાવનાબેન જોશીપુરાએ માનધન યોજનાની જાણકારી વધુને વધુ શ્રમિક મહિલાઓ સુધી પહોચાડવા જાહેરાત કરેલ.
ભાવનાબેન જોશીપુરએ સ્ત્રીઓના વ્યવસાયિક સ્થળે થતી જાતીય સતામણી માટે કાયદાકિય પ્રબંધોની જાણકારી આપી હતી. સવિશેષ રીતે ફરીયાદ કરવાની પઘ્ધતિ વિઘમાન જોગવાઇઓ સહીતનાં વિષયો અંગે માર્ગદર્શન આપેલ.
માનધાન (પેન્શન) યોજનાના વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં અસંગઠીત શ્રમિકોને નોંધણી અર્થે સ્વૈચ્છીક સંગઠનો, યુવા સંશોધકો, દ્વારા સંયુકત ઝુબેશ હાથ ધરાશે.
આ પ્રસંગે કારખાના નિરીક્ષક ડી.વી. મણીપરા, સમાજ કાર્ય કોલેજ પ્રિન્સીપાલ પરેશભાઇ શેરસીયા, વન સ્ટોપ સેન્ટરના દક્ષાબેન ચાંદલીયા, શકિત કેન્દ્રના નિધિબેન અઘ્વયુ તથા અસ્મિતા ગઠીયા નારીગૃહ અધિક્ષક પલ્લવીબેન પાઘડાર, તેમજ નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના અલ્કાબેન કામદાર, મનસુખભાઇ ચાવડા ક્ષેત્રીય વિસ્તરણ અધિકારી તેમજ મદદનીશ શ્રમ આયુકત કે.જી. પંડયા તથા ૧૮૧ હેલ્પલાઇનના કૃપાલીબેન, પ્રવીણાબેન જોશી, આશા મદલાણી તેમજ વિશાળ સંખ્યામાં શ્રમિક મહીલાઓ ઉ૫સ્થિત રહેલ.