૯૧ સભ્યોની ચુંટણીમાં પર સભ્યો બીનહરીફ ચુંટાયા જાગૃત પેનલના ૬ સભ્યોએ ચૂંટણીની સમગ્ર એ ઉપરેખા લઇ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી
અખિલ હિન્દ શ્રીમળી સોની મહામંડળના ૧૭માં સત્ર માટે રાજકોટના ૬ મહાસમિતિના સભ્યોની તા. ૮-૯-૧૯ ને રવિવારે યોજાયેલ ચુંટણી માટે જાગૃત પેનલ ના ઉમેદવારો, પ્રેસ મુલાકાતે ગુરુવાર સાંજે ૪ કલાકે દરબારગઢથી સંપર્ક રેલી તથા શુક્રવારે રાત્રે ૮.૩૦ કલાકે શ્રી શ્યામકુંવરજી વાડીમાં (દરબારગ પાસે) વિજય વિશ્ર્વાસ સંમેલન યોજાયેલ છે.
સમગ્ર વિશ્ર્વના શ્રીમાળી સોનીઓની ગૌરવંતી માતૃસંસ્થા શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ જે શ્રીમાળી સોનીની ૮૦ વર્ષ જુની સંસ્થા છે. જેમાં ભારત તથા ભારત બહારના દેશોના ૧૨૮ જેટલા મહાસમિતિ સભ્યો છે. દર પાંચ વર્ષે પ્રમુખ-ઉપપ્રમુખ તથા મહાસમિતિના સભ્યોની ચુંટણી થાય છે. આશરે એકાદ લાખ જેટલા આજીવન સભ્યો છે. અને જુદા જુદા રાજયોમાં વસતિ પ્રમાણે મહાસમિતિ સભ્યપદ મળે છે. આગામી તા. ૮-૯-૧૯ ને રવિવારે સવારે ૮ થી સાંજના પ વાગ્યા સુધી શ્રી કિશોરસિંહજી તાલુકા શાળા નઁ.૧ કોઠારીયા નાકા માં મતદાન થવાનું છે. રાજકોટ શહેરને વસ્તિના પ્રમાણે છ સભ્યોની ચુંટણી કરવાની છે. હાલ ૧૪ ઉમેદવારો ઉભા છે. જેમાં અમો છ ઉમેદવારો જાગૃત પેનલ જેનું નિશાન ૐ છે. તે પેનલ હેઠળ ચુંટણીમાં ઉભા છીએ. અમોએ શ્રીમાળી સોની જેમાં ઝાલાવાડી સોની સમાજના અરવિંદભાઇ પાટડીયા, છલીલદાસ નૈતમલાલ રાણપરા (ડેપ્યુ. સેક્રેટરી-આરએમસી) જયસુખભાઇ રમણીકભાઇ આડેસરા (જેમ્સ એન્ડ જવેલરી એશો.) હરેશભાઇ નટવરલાલ આડેસરા (સોહન જવેલર્સ) તથા હાલારી સમાજમાંથી હરીશભાઇ વનમાળીદાસ સાહોલીયા (વી.જી. હોલમાકીંગ સેન્ટર) તેમજ જીતેન્દ્રભાઇ હરકિશનભાઇ લાઠીગરા એ વર્ષોની પ્રણાલી મુજબ શ્રીમાળી સોનીની જાગૃત પેનલ બનાવેલ જેને શ્રીમાળી સોનીના મોટાગજાના અગ્રણીઓ, જવેલર્સ તેમજ ઘરે ઘરેથી વ્યાપક સમર્થન મળેલ છે. અને જાગૃત પેનલને જંગી બહુમતિથી ચુંટી કાઢશે તેવું વચન પણ આપેલ છે.મહત્વનું છે કે ૯૧ની ચુંટણીમાં પર સભ્યો બીન હરીફ ચુંટાયા છે.
તા. ૫-૮ ને ગુરુવારે સાંજના ૪.૩૦ કલાકે શ્રી બાલકૃષ્ણલાલજી હવેલી, દરબારગઢથી જનસંપર્કયાત્રા પ્રસ્થાન કરી દરબાર ગઢ રોડથી માંડવી ચોક, ગધીવાડ, નવાનાકા રોડ, સોનાી બજાર, કોઠારીયાનાકા, પેલેસ રોડ પર સંપર્ક કરી કાર્યાલય ઘૂપછાંવ પેલેસ રોડ રચના જવેલર્સ સામે પૂર્ણ થશે તેમ જ છ સપ્ટે. શુક્રવારે રાત્રે ૮.૩૦ કલાકે વિજય વિશ્ર્વાસ સંમેલન શ્રી શ્યામકુંવરબાઇ વાડી (દરબાર પાસે) માં રાખેલ છે. જેમાં રાજકોટમાં વસતા શ્રીમાળી સોનીઓને મોટી સંખ્યામાં પધારવા હાર્દિક વિનંતી છે.