સ્વાવલંબી શ્રમિક મહિલાઆએ પરંપરાગત ગરબાઓ અને માતાજીની કરી આરાધના
અખિલ હિંદ મહિલા પરિષદ રાજકોટ દ્વારા નવરાત્રી પર્વ નિમિતે પરિષદનાં વિવિધ પ્રકલ્પો તેમજ આર્થિક પછાત વિસ્તારોમાં ચાલતા મહિલા સ્વાવલંબન કેન્દ્રોમાં કાર્યરત મહિલાઓને સાંકળી અને મંગલમય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું . અખિલ હિંદ મહિલા પરિષદ પ્રમુખ અને પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોશીપુરા ઉપરાંત ડો.મિનળબેન રાવલ , પ્રવિણાબેન જોષી , આશાબેન મદલાણી , ઉર્જાબેન માકડ , રેશ્માબેન સોલંકી , પુર્ણીમાંબેન ખંઢેરીયા , ભાવનાબેન ધનેસા , નિહારીકાબેન , કોમલબેન કપાસી , પારૂલબેન દેસાઈ , ચાંદનીબેન શીલુ તથા અખિલ હિંદ મહિલા પરિષદ તમામ પ્રકલ્પના ઈન્ચાર્જ હોંશભેર ભાગ લીધેલ .
આ પ્રસંગે વિવિધ આર્થિક પછાત વિસ્તારનાં મહિલા સ્વાવલંબન કેન્દ્રોમાં કાર્યરત શ્રમજીવી બહેનોએ રાષ્ટ્રીય એકાત્મતાનાં પ્રતિક સ્વરૂપ જુથ સ:વેશભૂષા ધારણ કરેલ તેની સ્પર્ધા પણ આયોજીત કરવામા આવેલ . શૈક્ષણીક , સામાજીક , રમતગમતક્ષેત્ર , સાંસ્કૃતિક ક્ષેત્ર તેમજ મહિલા તબીબો , ધારાશાસ્ત્રીઓ સહિતનાં રાજકોટનાં પ્રતિષ્ઠિત મહિલા અગ્રણીઓ અને સ્વાવલંબી શ્રમીક મહિલાઓએ ભાતીગળ પરંપરાગત ગરબાઓ સાથે માતાજીની આરાધનાં સાથે આ રાસોત્સવ ઉજવાયો . અખિલ હિંદ મહિલા પરિષદ આયોજીત રાસોત્સવમાં ભાવનાબેન જોશીપુરા ઉપરાંત ડો.મિનળબેન રાવલ , પ્રવિણાબેન જોષી , આશાબેન મદલાણી , ઉર્જાબેન માકડ , રેશ્માબેન સોલંકી , પુર્ણીમાંબેન ખંઢેરીયા , ભાવનાબેન ધનેસા , નિહારીકાર્બન , કોમલબેન કપાસી , પારૂલબેન દેસાઈ , ચાંદનીબેન શીલુ સહિતા વિવિધ વિસ્તારના અગ્રણી મહિલા તબીબો , ધારાશાસ્ત્રીઓ , શિક્ષણવિદો વગેરે પારંપારીક વસ્ત્રાવધાનમાં નજરે પડે છે.