દીકરીઓને 100થી વધુ આઈટમ ભેટ આપવામાં આવશે: અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા ગુજરાત રાજપુત યુવા સંઘના સભ્યો
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ સમુહલગ્નમાં કુલ 13 નવદંપતિ યુગલો શાસ્ત્રોકત વિધીથી પ્રભુતાના પગલા પાડશે. તા . 11/02/23 ને શિનવારે બપોરના 2-00 કલાકે વર – ક્ધયાનું આગમન થશે . 3-30 કલાકે એન.કે. જાડેજા ક્ધયા છાત્રાલય , 150 ફુટ રીંગ રોડથી વરયાત્રાનો શુભારંભ કરવામાં આવશે . 5-00 કલાકે લગ્ન સ્થળ પર આગમન થશે . પી.ટી. જાડેજા , આશાપુરા ફાર્મ , શીતલપાર્ક બસ સ્ટોપ પાસે , 150 ફુટ રીંગ રોડ , રાજકોટ ખાતે જયાં દરેક નવદંપતિ પોતાના લગ્ન મંડપમાં પધરામણી કરશે .
ત્યારબાદ શાસ્ત્રી સુનિલભાઈ દ્વારા શાસ્ત્રોકત વિધીથી લગ્નવિધી કરાવવવામાં આવશે. સાંજે ગૌધુલીક સમય 6-10 કલાકે હસ્તમેળાપ થશે . ત્યારબાદ નવદંપતિ અને તેમના માતા – પિતાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પી.ટી. જાડેજા , કિશોરસિંહ જેઠવા, કિરીટસિંહ જાડેજા ( , હિતુભા ઝાલા , પથુભા જાડેજા, નિર્મળસિંહ ઝાલા, કનકસિંહ ઝાલા, અક્ષિતસિંહ પી. જાડેજા, મહિપતસિંહ પરમાર, અશોકસિંહ જાડેજા, પી.વી. જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા, ચંપકસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા , રાજભા વાળા, હિતેન્દ્રસિંહ ઝાલા, મજસિંહ જાડેજા , વી . પી . જાડેજા, જયદેવસિંહ ઝાલા , હેમંતસિંહ જાડેજા ભાવનાબા જાડેજા, મીનલબા જાડેજા, પૂર્ણાબા ગોહિલ ગૃહમાતા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ પી.ટી. જાડેજા જણાવ્યુંં હતુ કે, આ સમુહ લગ્નની આજીવન દાતા તરીકે સ્વ . સુરેન્દ્રસિંહ દાદુભા ઝાલા તથા પરિવાર , જુની કલાવડી દ્વારા અનુદાન આપવામાં આવેલ છે . આ ઉપરાંત અનેક રાજપૂત સમાજના રાજકોટ જિલ્લા અને શહેરના અગ્રણીઓ , ઉદ્યોગપતિઓ દ્વારા પણ આ સમૂહ લગ્નમાં ખૂબ મોટા પ્રમાણમાં યોગદાન આપવામાં આવેલ છે.
નૌતમસિંહ જાડેજા અને પાર્ટી દ્વારા આ કાર્યક્રમમાં લગ્ન ગીતો પીરસવામાં આવશે . દરેક ક્ધયાઓને 50 ઉપરાંતની ભેટસોગાદ ક્ધયાદાન રૂપે આપવામાં આવશે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તરફથી સાંજના દરેક નવદંપતિના સગા – સંબંધીઓ તથા ઉપસ્થિત મહેમાનોને જમવાની વ્યવસ્થા સ્થળ પર રાખવામાં આવેલ છે . પી.ટી. જાડેજા દ્વારા પાર્ટી પ્લોટ આશાપુરા ફાર્મ હરવખતની જેમ ફી ઓફ આપવામાં આવેલ છે.
આ સમુહ લગ્નમાં અગ્રણી દાતાશ્રીઓમાં રાજકોટ શહેર પોલીસ કોન્સ્ટેબલો તથા એ.એસ.આઇ. , પરાક્રમસિંહ જાડેજા – જયોતિ સી.એન.સી. , મયુરધ્વજસિંહ એમ . જાડેજા જે , એમ.જે . ગ્રુપ , મયુરસિંહ બી . ઝાલા – સિધ્ધિવિનાયક મોટર , હરીશચંદુસિંહ જાડેજા , ૠષીરાજસિંહ નિલેશસિંહ ઝાલા હોટર આર.આર.ઈન , કિશોરસિંહ જાડેજા, સ્વ . પી . પી . જાડેજા પ્રદ્યુમન ગ્રુપ નાનામવા , પ્રવિણસિંહ કનુભા વાઘેલા ફાઈન ટ્રેડ ફોર્મ ઈન્ડસ્ટ્રીઝ , દિગ્વીજયસિંહ જાડેજા – હોટલ સૈયાજી , વિરેન્દ્રસિંહ ઝાલા – ઉપાધ્યક્ષ રાજકોટ ભા.જ.પ. શહેર , ક્રિપાલસિંહ જાડેજા ( વાગુદડ ) રોઝર મોટર્સ વિગેરે દ્વારા નવદંપતિને આર્શીવાદ રૂપે અનુદાન આપેલ છે.
અગ્રણી દાતાનીઓ , ઉદ્યોગપતિઓ , સમાજના અગ્રણીઓ , દરેક સંસ્થાના હોદેદારો તથા રાજપૂત સમાજના અને મહિલા સંઘના હોદેદારો ઉપસ્થિત રહી આર્શીવાદ આપશે . રાજપૂત સમાજના ભાઈઓ તથા બહેનોને આ સમૂહ લગ્નમાં પધારવા માટે રાજપૂત સમૂહ લગન સમિતિ વતી આમંત્રણ પાઠવવામાં આવે છે.