આવતીકાલે ‘ભૂચર મોરી’ના મેદાનમાં ધ્રોલ ખાતે શહિદી યજ્ઞ તથા સોમવારે શીતળા સાતમને દિવસે શૂરવીર સેનાપતી ભાણજી દલની પ્રતિમા સહિત બીજા ૫ શહિદોના પાળીયાઓનું અનાવરણ
છેલ્લા ૨૬ વર્ષથી અખિલ ગુજરાત યુવા સંગ દ્વારા ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં રાજપૂત સમાજના શોર્ય અને બલિદાનનો નવી પેઢીને અને અન્ય સમાજને પરિચય કરાવવામાં આવે છે. આ વખતે આવતીકાલના રોજ શહિદી વ્હોરી હોય તેવા આત્માની શાંતિ માટે શહિદી યજ્ઞ તથા સોમવારે શીતળા સાતમના દિવસે ‘ભુચરમોરી’ની ઐતિહાસિક જગ્યામાં ધ્રોલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ અંગે ‘અબતક’ના આંગણે આવી રાજપૂત સમાજના આગેવાનોએ વિગતવાર માહિતી આપી હતી.જે મુજબ આવતીકાલે શ્રાવણ વદ-૬ના રોજ શહિદ સ્મારકમાં શહિદી વ્હોરી હોય તેવા મહાપુરુષોની યાદમાં તેમની આત્માના શાંતિ અને મોક્ષ મળે તેવા હેતુથી ‘ભૂચરમોરી’ સ્થળ પર શહિદ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તથા આ પ્રસંગે સોમવારે અશ્ર્વદોડ, તલવારબાજી, રાજપૂત ક્ધયાઓ દ્વારા શોર્ય રસ, ભૂચરમોરીના શહિદોની શોર્ય ગાથાનું કથન તથા ધો.૧૦ અને ૧૨માં સમગ્ર સૌરાષ્ટ્રમાં મેરીટમાં પ્રથમ ક્રમાંક મેળવનાર રાજપૂત વિદ્યાર્થીઓનું સિલ્વર મેડલથી સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.આ કાર્યક્રમની ‚પરેખા મુજબ સોમવારે સવારે ૮:૦૦ કલાકે ધ્રોલના ઠા.સા.સદ્ગત ચંદ્રસિંહજીની પ્રતિમાને ફુલહાર કરી સ્મારક સ્થળ પર જવા પ્રસ્થાન કરાશે, ૮:૩૦ કલાકે ‘અશ્ર્વદોડ સ્પર્ધા’, સવારે ૯:૦૦ કલાકે યુવાનોની તલવારબાજી સ્પર્ધા (સીંગલ તથા ડબલ), સવારે ૧૦:૩૦ કલાકે શહિદોને શ્રદ્ધાંજલી સમારોહમાં આ વર્ષે ખાસ બાદશાહ અકબરને બે-બે વખત હરાવનાર શુરવીર સેનાપતિ શહિદ ભાણજી દલ જાડેજાની પ્રતિમા સાથે બીજા પાંચ શહિદોના પાળીયાઓનું અનાવરણ કરવામાં આવશે. ત્યારબાદ સ્થળ પર ભોજન સમારંભ રાખવામાં આવેલ છે.આ કાર્યક્રમના નિમંત્રક અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજકોટ શહેર તથા જામનગર જિલ્લાના આગેવાનો છે. આ કાર્યક્રમ માટે પી.ટી.જાડેજા (આ.રા.અધ્યક્ષ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ), જયદેવસિંહ ગોહિલ (પ્રદેશમંત્રી), યશવંતસિંહ રાઠોડ, કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા, દેવેન્દ્રસિંહ ઝાલા, પથુભા જાડેજા સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે જયદેવસિંહ ગોહિલનો મો.નં.૯૪૦૮૭ ૫૨૮૫૪ પર સંપર્ક કરવા અનુરોધ છે.