જૂનાગઢ જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટે તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અખાત્રીજના દિવસે યોજાનાર લગ્નો પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
તેમજ બાળ લગ્નોમાં સામેલ થનાર રસોઇયા, ગોર મહારાજ, મંડપ સર્વિસ, ડી.જે. બેન્ડ વાળ, ફોટોગ્રાફર સહિતના લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ, સમૂહ લગ્નના આયોજકો, વર-ક્ધયા, માતા-પિતા સહિતના અન્ય લોકો પણ બાળ લગ્નમાં સહભાગી હોય તો તેમની વિરૂદ્ધ પણ ગૂનો બને છે. આવા લગ્ન અટકાવવા માટે લગ્ન નક્કી થાય તે પહેલા જ વર-ક્ધયાની ઉંમર ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉદ્ભભવશે નહીં.
ઉલ્લેનીય છે કે, 21 વર્ષથી નાના યુવક તથા 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા અથવા કરાવવા કે આવા લગ્નોમાં મદદરૂપ બનવું એક ગૂનો બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-ક્ધયાના માતા-પિતા, રસોઇયા, ગોર મહારાજ, મંડપ સર્વિસ, ડી.જે. બેન્ડ વાળ, ફોટોગ્રાફર સહિતના મદદગારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં કોઇ પણ સ્થળે બાળ લગ્નો થતા જણાય તો તેની જાણ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, તેમજ ચાઇલ્ડ લીન હેલ્પ લાઇન-1098, 181 મહિલા હેલ્પલાઇન અભયમ, પોલીસ કંટ્રોલ નંબર-100 પર કરવા લોકોને અપીલ કરવામાં આવે છે