પ્રોફેશનલ્સ સિવાયના લોકોની સલાહ લેતા પહેલા સો વાર વિચારવું
દિનપ્રતિદિન વધતી જતી અસ્તિત્વ ટકાવી રાખવા માટેની દોડધામ, વૈભવી જીવન માટે સતત મથામણ અને સોશ્યલ મીડિયા પર વહેતા મેસેજીસ, ચિત્રો, સમાચારની લોકોના માનસ પર થતી વિપરીત અસરના કારણે ‘ડીપ્રેશન’ના દર્દીઓ વધતા જાય છે. આવી સ્થિતિમાં સારવાર આપનાર પ્રોફેશનલ્સ સિવાય પ્રભાવકોની સલાહ કે સારવાર કયારેક જોખમી બની શકે છે.
ખાસ કરીને કોરોના પણ માનસિક સ્વાસ્થ્ય બાબતે પ્રોફેશનલ્સની સલાહ લેવાના બદલે આ વિષે કંઈ જાણતા ન હોય તેવાં અને ‘વોટસઅપ યુનિવર્સિટી’માંથી ઉભરી આવેલા નિષ્ણાંતો ‘રાઈબહાદૂર’ (સલાહ આપવા વાળા) વધી ગયા છે.‘ડિઝીટલ થેરાપીસ્ટ’ના નામે કેટલાક પ્રભાવકો આ માનસિક સ્વાસ્થ્યના સલાકારો બની ગયા છે. ખરેખરે તો માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પ્રદાન કરવાની પણ એટલી જરૂરીયાત છે.
જેમની પાસે આ બાબતનો પરવાનો છે ખાસ અભ્યાસ કર્યો છે તેવા પ્રોફેશનલ્સ પાસે માનસિક સ્વાસ્થ્યની સારવાર કે સલાહ લેવા હિતાવહ છે.ખરેખર તો દર્દીની વર્તમાન સ્થિતિ વિશે પ્રશ્ર્નો પૂછી, અવલોકન કરી અને દર્દીની વાતોને ધ્યાનમાં રાખી સારવાર કરવામાં આવે છે.‘ડીપ્રેશન’ના કારણોમાં મોટાભાગે નોકરી ગુમાવવાના કારણો, શારીરીક ખોડખાપણ, સ્વજનના મૃત્યુ વિગેરેનો સમાવેશ થાય છે.