Abtak Media Google News
  • ઔરંગઝેબકાળમાં અતિક્રમણ થયેલ જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળતા કાયદાની લડત સાથે રાજકારણ ગરમાશે?
  • યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં કરાયેલા સર્વેમાં શિવલિંગ સહિતના મંદિરના પુરાવા મળ્યા બાદ હવે કોર્ટમાં રિપોર્ટ સબમિટ થવાની જોવાતી રાહ, મામલા ઉપર સમગ્ર દેશની મિટ
ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલ જ્ઞાનવાપી મસ્જિદના સર્વેમાં ત્યાં શિવલિંગ સાહિતમાં પુરાવાઓ મળ્યા હોવાની સાથે ત્યાં પહેલા મંદિર હોવાનો દાવો કરાયો છે. મસ્જિદમાંથી શિવલિંગ મળવાનો આ મામલો કાયદાની લડતને ક્યાંની ક્યાં લઈ જશે અને તેનાથી રાજકારણ પણ ગરમાશે તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે.
સર્વેમાં સામેલ એક સૂત્રએ  જણાવ્યું, ‘આ તે જ શિવલિંગ છે, જેને અકબરના નાણા મંત્રી ટોડરમલે 1585માં સ્થાપિત કરાવ્યું હતું. ત્યારે તેમની સાથે બનારસના પંડિત નારાયણ ભટ્ટ પણ હતા. શિવલિંગની ઉપરનો ભાગ ઔરંગઝેબની વિનાશકાળમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. જો કે આ મામલામાં હવે ઔરંગઝેબની નહિ આજે અકબરનામાની જરૂર છે તે સ્પષ્ટ છે.
આ શિવલિંગ અતિકિંમતી પન્ના પથ્થરનું છે. રંગ લીલો છે. શિવલિંગની સાઈઝ લગભગ 3-4 મીટરની આસપાસ છે. આ ઘણું જ આકર્ષક દેખાય રહ્યું છે. આ શિવલિંગ શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત નંદીની સામે આવેલી જ્ઞાનવાપીનો ભાગ છે. નંદી મહારાજની સામે જે ભોંયરું છે, તેમાં જ અંદર મસ્જિદની વચ્ચોવચ આજે પણ શિવલિંગ દબાયેલું છે. જેનું થાળું પણ ઘણું જ મોટું છે.’
શ્રીકાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડૉ. કુલપતિ તિવારીએ કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં જેને ભોંયરું કહેવામાં આવે છે તે હકિકતમાં મંદિર મંડપમ છે. જે લોકો પણ ભોંયરાની વાત કરે છે, તે તમામ મંડપમ છે. જેને ભોંયરાની જગ્યાએ મંડપમ કહીશું તો યોગ્ય રહેશે. ડૉ.તિવારીએ જણાવ્યું કે તેમના પરિવારના પંડિત નારાયણ ભટ્ટે પન્ના પથ્થરનું શિવલિંગ સ્થાપિત કર્યું હતું.
90ના દશકામાં વારાણસીના કલેક્ટર રહેલા સૌરભ ચંદ્ર શ્રીવાસ્તવે ત્યારે મંડપમનું તાળું બંધ કર્યું હતું તો તે સમયે પણ અંદર ફોટોગ્રાફી થઈ હતી, જેમાં તેઓ હાજર હતા. તે સમયે દેખાયું હતું કે અંદર નંદીની ઠીક સામે જ શિવલિંગ છે.
હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો છે કે વજુખાનામાં 12 ફૂટ 8 ઈંચનું શિવલિંગ મળ્યું છે. તેમનું કહેવું છે કે આ શિવલિંગ નંદિજીની સામે છે. શિવલિંગ 12 ફૂટ 8 ઈંચનું છે, શિવલિંગ મળ્યા પછી લોકોએ હર-હર મહાદેવના નારા લગાવ્યા હતા.
સર્વેનો રિપોર્ટ આજે રજૂ નહિ થાય, વધુ સમય મંગાશે
કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે આજે જ રિપોર્ટ રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  તેમણે કહ્યું, “અમે 2 વાગ્યા સુધીમાં તૈયારી કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તેની શકયતા ઓછી છે. તે જ સમયે, સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહે કહ્યું, “14 થી 16 મેં આમ સર્વે ત્રણ દિવસ ચાલ્યો.  માત્ર 50% રિપોર્ટ તૈયાર છે.  તેથી અમે તેને આજે કોર્ટમાં રજૂ કરી શકીશું નહીં.  અમે કોર્ટ પાસે 3-4 દિવસનો સમય માંગીશું.
જ્ઞાનવાપી મસ્જિદના મામલાનો આખો ઘટનાક્રમ
1991: ભગવાન વિશ્વેશ્વર વતી વારાણસી કોર્ટમાં પ્રથમ અરજી દાખલ કરવામાં આવી.  અરજદારે કોર્ટ પાસે જ્ઞાનવાપી સંકુલમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી.
1998: જ્ઞાનવાપી મસ્જિદની દેખરેખ કરતી અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો.  સમિતિએ કહ્યું કે સિવિલ કોર્ટ આ મામલે કોઈ નિર્ણય લઈ શકે નહીં.  બાદમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સિવિલ કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દેવામાં આવી હતી.
2019: વિજય શંકર રસ્તોગીએ ભગવાન વિશ્વનાથ વતી વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી.  જેમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા જ્ઞાનવાપી સંકુલનો સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી.
2020: જ્ઞાનવાપીની દેખરેખ રાખતી અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ સમિતિએ સર્વેનો વિરોધ કર્યો. 2020 માં જ રસ્તોગીએ નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી અને કેસની સુનાવણી ફરી શરૂ કરવાની માંગ કરી.
2022: એપ્રિલ 2022 માં, કોર્ટે જ્ઞાનવાપી સંકુલનો પુરાતત્વીય સર્વે કરવાનો આદેશ આપ્યો અને તેના આધારે, જ્ઞાનવાપી સંકુલનો સર્વે થયો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.