આકાશ અને શ્લોકાના લગ્નની ઉજવણીમાં આર્મી, નેવી, અર્ધલશ્કરી દળો, રેલવે સુરક્ષા દળોમાં સેવા આપતા રિયલ હિરો જોડાયા
શહેર અને રાષ્ટ્રને સુરક્ષિત બનાવનારા લોકો તરફની કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે નીતા અને મૂકેશ અંબાણીએ તેમના પુત્ર આકાશના શ્લોકા સાથેના લગ્નની ઉજવણી આર્મી, નેવી, અર્ધલશ્કરી દળો, મુંબઈ પોલિસ, રેલવે સુરક્ષા દળ અને તેમના પરિવારના હજારો સભ્યો સાથે કરી હતી. આ ઉજવણીનો ધ્યાનાકર્ષક ભાગ ધીરૂભાઇ અંબાણી સ્ક્વેરમાં અનંત પ્રેમની થીમ પર આધારીત ખાસ મ્યુઝીકલ ફાઉન્ટેન શો હતો, જેની સંકલ્પના નીતા અંબાણી દ્વારા અનંત પ્રેમ કથાના સિમ્બોલ સ્વરૂપ ક્રૃષ્ણની રાસ લીલાના આધાર પર તૈયાર કરવામાં આવી છે.
આ પ્રસંગે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, અમને ખૂબ જ હર્ષ અને ગૌરવ છે કે શહેર અને દેશના રક્ષકો અમારી ઉજવણીમાં જોડાઈ રહ્યા છે. અમારા માટે આ ભાવનાત્મક અને આનંદનો પ્રસંગ છે અને અમે શા રાખીએ છીએ કે આપણને દરરોજ ગૌરવ અપાવતા આપણા હીરો આકાશ અને શ્લોકા પર તેમના આશીર્વાદ વરસાવશે.
નીતા અને મૂકેશ અંબાણી આકાશ અને શ્લોકાના લગ્નની ઉજવણી માત્ર પરિવાર અને મિત્રો સાથે જ નહીં પરંતુ વંચિત વર્ગના બાળકો, અનાથાલયો અને વૃધ્ધાશ્રમોના રહેવાસીઓ, સંરક્ષણ દળોના સભ્યો અને પરિવારો, શહેરના કામદારો અને કર્મચારીઓ સાથે પણ કરી રહ્યા છે અને તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે. અમારા માટે આ ખૂબ જ વિનમ્ર અને અત્યંત સંતોષકારક છે કે જેના અમે ઋણી છીએ અમે તેવા મહાન શહેર સાથે અમારા આનંદની વહેંચણી કરીએ છીએ.
આ ઉજવણી મુંબઈના બી.કે.સી. વિસ્તારમાં તાજેતરમાં જ ખૂલ્લાં મૂકવામાં આવેલા ધીરૂભાઈ અંબાણી સ્ક્વેરમાં કરવામાં આવી હતી, જેને મુંબઈ શહેરને અર્પણ કરવામાં આવ્યો છે.