ઇડી દ્વારા દરોડામાં અધધધ નાણાની હેરફેર સામે આવી
ઇડી દ્વારા અકાલી દળના પૂર્વ મંત્રી શ્રવણકુમાર સિંઘ ફીલર અને તેના પુત્ર ધરમવીર અને પૂર્વ પાર્લામેન્ટ મંત્રી અવિશાશ ચંદરની તથા પૂવ અર્જુન એવોર્ડ વિજેતા જગદીશ ભોલાની હજારો કરોડના સિન્થેટીક ડ્રગ રેેકેટમાં સંડોવણી સામે આવતા સમગ્ર પંજાબમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્યારે સુધીની આ પાંચમી ચાર્જશીટ પંજાબના સૌથી મોટા ડ્રગ રેકેટના કેસમાં નોંધાઇ છે જેમાં પ્રથમ વખત બે રાજકીય નેતાઓના તથા અન્ય અકાલીદળના વિક્રમ સિંઘ મજીઠીયાની પણ ૨૦૧૪માં ઇ.ડી. દ્વારા પૂછતાછ કરવામાં આવી હતી. પરંતુ તેના સામે ચાર્જશીટ ઘડવામાં આવી ન હતી.
ફીલર અને ચંદર પર ડ્રગ્સ રેકેટમાં નાણાની હેરફેર માટે ઇડી દ્વારા ચાર્જ ઘડાયા હતા. આ બાબતમાં જગજીતપાલ સિંઘ સારાઓ
કે જે ઇડીના પબ્લિક પ્રોસીકયુટર જણાવે છે કે ફીલર અને તેના પુત્રએ પ કરોડની નાણાકીય હેરફેર કરી હોય અને ચંદર દ્વારા પણ ક્રાઇમ માટે ૪પ લાખ ‚ા ની લાંચ લીધી હોય, જગજીત સિંહ અને તેના ભાઇ પરમિન્દરે પણ કરોડો ‚પિયાની હેરફેર કરી હોય કુલ ૧ર વ્યકિતઓ વિ‚ઘ્ધ ૮૪૦૦ પાનાની ચાર્જશીટ તેમના વિ‚ઘ્ધ મોહાલીની કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી.
૬૦૦૦ કરોડના ડ્રગ સ્મગલિંગમાં ૨૦૧૩માં એનઆરઆઇ અનુપસિંઘ કહલોતની ધરપકડ ફતેહગંજ સાહિબ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે તપાસ હાથ ધરાતા કીંગખાન ભોલા પર આરોપ હોય પંજાબ પોલીસ દ્વારા તેમને ડીએસપીના પદેથી હટાવવામાં આવ્યા હતા. ભોલા દ્વારા એનઆરઆઇ સહીત રેવપાર્ટી ચલાવવા અને ૩૦૦ કિલો ડ્રગ્સ કે જેમાં હેરોઇન સહીતની સ્મગસિંગ સમગ્ર ભારતમાં ફેલાવવાનો આરોપ ઘડાયો હતો.
ઇડીના આસીસ્ટન્ટ ડાયરેકટર નિરંજન સિંઘે જણાવ્યું હતું કે ડ્રગના કારોબાર અને હેરફેર દ્વારા કાળા ધંધા કરતા હોવાની માહીતી મળતા ઇડી દ્વારા ખાસ તપાસ હાથ ધરી અને રેડ પાડી ૧,૯૧,૬૪,૮૦૦ ની રોકડ પ્રસહિત પિસ્તોલ, કાર્ટીજ અને મોંધા વાહનો સહીત ની મિલ્તકો કબ્જે કરવામાં આવી હતી.