અમેઠીમાં આવેલા પ્લાન્ટમાં ઓર્ડિનેંસ ફેક્ટરી બોર્ડ અને રશિયાના સંયુક્ત ઉપક્રમ હેઠળ તેનું નિર્માણ કરાશે
ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં સતત જોડાયેલા જવાનોને અપડેટેડ AK-203અસોલ્ટ રાઈફલોથી સજ્જ કરવાની તૈયારીમાં છે. સેનાના ઉચ્ચ પદવીના સૂત્રો દ્વારા આ માહિતી મળી છે.
રાઈફલોને નાની કરીને કપડામાં સંતાડી શકાશે
ન્યૂઝ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે તેના માટે ઝડપી ગતિ સાથે કામ હાથ ધરવામાં આવ્યું છે. ૯૩ હજાર કાર્બાઈન ખરીદવા માટે જુદા જુદા ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના કહ્યા પ્રમાણે-અમે આતંકવાદ વિરોધી અભિયાનોમાં આ રાઈફલનું પરીક્ષણ કરવા ઈચ્છીએ છીએ.
સૂત્રોના કહ્યા પ્રમાણે, આ રાઈફલનો આકાર નાનો કરી શકાય છે. જેથી રાઈફલને સરળતાથી સંતાડીને આતંકીઓ સાથેની અથડામણમાં ઉપયોગ કરી શકાય.
AK-203અસોલ્ટ રાયફલ AK-47રાઈફલનું સૌથી લેટેસ્ટ અપડેટ છે. ઉત્તરપ્રદેશના અમેઠીમાં સ્થપાયેલી કંપનીમાં ઓર્ડિનેંસ ફેક્ટરી બોર્ડ અને રશિયાના સંયુક્ત ઉપક્રમ હેઠળ તેનું નિર્માણ કરવામાં આવશે.
આ ફેક્ટરીમાં દર વર્ષે ૭૫ હજાર AK-203રાઈફલો બનાવવામાં આવશે. નવી એસોલ્ટ રાઈફલ પણ AK-47ની જેમ જ ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક બન્ને સિસ્ટમથી સજ્જ હશે.
AK-47ની જેમ આ રાઈફલ પણ એક મિનીટમાં ૬૦૦ રાઉન્ડ ફાયર કરશે. તેની ક્ષમતા ૩૫૦ મીટરની જગ્યાએ ૫૦૦ મીટર હશે. ચીન સહિત ૩૦ દેશોમાં બની રહેલી રાઈફલની ગણતરી દુનિયાના સૌથી ખતરનાક હથિયારોમાંથી એક છે.