અજમેર સેક્સ સ્કેન્ડલ કેસમાં કોર્ટે બાકીના 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો છે. દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
દેશના સૌથી પ્રખ્યાત સેક્સ સ્કેન્ડલ, અજમેર બ્લેકમેલ કેસમાં, છ આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અજમેરની વિશેષ અદાલતે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે 32 વર્ષ જૂના આ સેક્સ સ્કેન્ડલમાં નફીસ ચિશ્તી, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, નસીમ સૈયદ, ઝમીર હુસૈન અને સોહિલ ગનીને દોષી ઠેરવ્યા છે. આ સેક્સ સ્કેન્ડલમાં કુલ 18 આરોપીઓ હતા, જેમાંથી નવને સજા થઈ ચૂકી છે. બાકીના નવ આરોપીઓમાંથી એકે આત્મહત્યા કરી છે, એક ફરાર છે અને દુષ્કર્મના એક આરોપીની અલગથી ટ્રાયલ ચાલી રહી છે.
1992માં, 100થી વધુ કોલેજીયન યુવતીઓ પર સામૂહિક બળાત્કાર અને તેમના નગ્ન ફોટા ફરતા કરવાના આ કેસમાં મુખ્ય આરોપી ફારૂક ચિશ્તી હતો, જે યુથ કોંગ્રેસના તત્કાલિન જિલ્લા પ્રમુખ હતો. તમને જણાવી દઈએ કે 1992માં સ્કૂલ અને કોલેજની છોકરીઓ સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. અગાઉ નવ આરોપીઓ સામે ચુકાદો આપવામાં આવ્યો છે. આરોપીઓને તેમની 10 વર્ષની સજા પૂરી કર્યા બાદ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. એક આરોપી અલ્માસ મહારાજ હજુ ફરાર છે. જામીન મળ્યા બાદ એક આરોપીએ ફાંસી લગાવી લીધી હતી. આ સિવાય 377 કેસમાં એક આરોપી સામે અલગથી કેસ ચાલી રહ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
અજમેરમાં યુથ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ ફારૂક ચિશ્તી, તેના સહયોગી નફીસ અને તેના સાગરિતો કોલેજની છોકરીઓનો શિકાર કરતા હતા. તેઓ ફાર્મહાઉસ અને રેસ્ટોરન્ટમાં પાર્ટીઓના નામ પર છોકરીઓને બોલાવતા હતા અને પછી તેમને નશો પીવડાવતા હતા અને પછી તેમના પર સામૂહિક બળાત્કાર કરતા હતા અને પછી તેમના નગ્ન ફોટોગ્રાફ્સ લેતા હતા. આ પછી આરોપી યુવતીઓને બ્લેકમેલ કરતો હતો અને અન્ય યુવતીઓને પોતાની સાથે લાવવા માટે દબાણ કરતો હતો.