૨૩ જાન્યુ.ની રાજકોટ-દિલ્હી અને ૨૪ જાન્યુ.ની દિલ્હી રાજકોટ ટ્રેન રદ જયારે પોરબંદર-મુજફફરપૂર ટ્રેનને ડાયવર્ટ કરાઈ
ઉતર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં ભીમાના અને માવલ સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલુ કરવાને લીધે રાજકોટ ડિવિઝનની અમુક ટ્રેનોને અસર પહોચશે. જેમાં ૨૩ જાન્યુઆરીએ ટ્રેન નં. ૧૯૫૭૯ રાજકોટ,દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ તેમજ ૨૪ જાન્યુ.એ ટ્રેન નં. ૧૯૫૮૦ દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ ટ્રેન રદ રહેશે.જયારે ૨૩ અને ૨૪ જાન્યુઆરીના પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. ૧૯૨૬૯ પોરબંદર મુઝફરપૂર મોતીહારી એકસપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગને બદલે અમદાવાદ, આણંદ, ગોધરા, રતલામ, ચંદેરીયા, અજમેર તરફથી ડાયવર્ટ રૂટ પર ચલાવવામાં આવશે. તેવી જ રીતે ૧૯ અને ૨૦ જાન્યુ.ના ટ્રેન નં. ૧૯૨૭૦ મુઝફરપૂર-પોરબંદર, મોતીહારી એકસપ્રેસ ટ્રેન તેના નિર્ધારીત માર્ગને બદલે અજમેર, ચંદેરીયા, રતલામ, ગોધરા, આણંદ, અમદાવાદ ડાયવર્ટ થઈને ચાલશે તેમ પશ્ર્ચીમ રેલવેના રાજકોટ મંડળના કોમર્સ મેનેજર રવિન્દ્ર શ્રી વાસ્તવની યાદીમાં જણાવાયું છે.