નવા વરાયેલા ગૃપ કમાન્ડર બ્રિગેડિયર સંજીવ દત્તની હાજરીમાં રાજકોટ એનસીસીના બ્રિગેડીયર અજીતસિંઘ સેવા નિવૃત થતા અપાયું અદકે‚ વિદાયમાન…
જિંદગીનો છેલ્લો દિવસ જ મારી નિવૃત્તિનો હશે; મારા બદલામાં મારા પુત્રને સેનામાં મોકલ્યો છે: સૌરાષ્ટ્રના ગામડા ખુંદી દેશદાઝ જગાવવાની મહેચ્છા
રાજકોટ ગ્રુપ એન.સી.સી. હેડ કવાર્ટરનાં ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર અજીતસિંહ સેખાવત ૩૫ વર્ષની એક જવાન તરીકેની લાંબી સફર બાદ તા.૩૦ એપ્રીલના રોજ સેવા નિવૃત પામ્યા હતા જેનાં અંતર્ગત બ્રિગેડીયર અજીતસિંહે પોતાની પદવી ૧૨ બટાલીયન જમ્મુ કાશ્મીર સેના મેડલ બ્રિગેડીયર સંજીત દત્તને અર્પણ કરી પોતે નિવૃત્તિ લીધી હતી.
આ ઉપરાંત અજીતસિંહ સેખાવતે પોતાની આર્મી જવાન તરીકેની સફરના અનુભવ લોકોને કહ્યા હતા બ્રિગેડીયર અજીતસિંહ સેખાવતે જણાવ્યું હતુ કે અમારી પરંપરા મુજબ મારા પિતાજી પણ નેવલમાં જવાન હતા તે પછી હું પણ આર્મીમાં ૩૫ વર્ષ કાર્યરત રહ્યો અને હવે મારો દિકરો પણ ચેન્નાઈ ઓફીસર ટ્રેઈનીંગમાં સિલેકટ થઈ આવનારા દિવસોમાં લેફટનન્ટ ઓફીસર તરીકે આર્મીમાં સેવા આપશે.
પાંત્રીસ વર્ષની આ લાંબી સફરમાં બિગ્રેડીયર અજીત સિંહે એન.સી.સી.માં ઘણા કાર્યો કર્યા છે. અજીતસિંહના ઈન્ચાર્જ હેઠળ રાજકોટના ફાઈરીંગ રેન્જ બનાવવાની પરવાનગી પણ મળી ગઈ છે. એક ગ્રુપ કમાન્ડ તરીકે અજીતસિંહે ઘણા કેડેટસનાં પ્રેરણા દાયી બન્યા છે. તેમજ એન.સી.સી.ના ઘણા કેમ્પોમાં પોતાનો સમય કાઢીને કેડેટસને આગળ વધવા માટે અને સેના પ્રત્યે જુનુન જગાડવા માટે પોતાના એન.સી.સી. કાર્યકાળના કિસ્સાઓ જણાવી મોટીવેટ કરતા હતા.
૩૬ વર્ષની લાંબી સફર પછી સેવા નિવૃત થતા તેમને જણાવ્યું હતુ કે હું ક્યારેય નિવૃત થવાનો નથી. મારી જીંદગીનો છેલ્લો દિવસ એજ મરી નિવૃતી હશે જયાં સુધી હયાત રહીશ ત્યાં સુધી ગામડા ગામડા ખુંદીને યુવાનોમાં સેનામાં જોડાવવા જુસ્સો જગાવતો રહીશ.
બ્રિગેડીયર અજીતસિં સિખાવતે વધુમાં જણાવતા કહ્યું હતુ કે, સૌરાષ્ટ્રના યુવાનો ખૂબજ હિંમતવાન છે. કારણ કે આ ધરતી સંતોની સાથે શૂરવીરોની પણ છે. કોડીનાર પાસેના ગામથી ગામડાથી સફળતા સુધી નામની ઝુંબેશ શરૂ કરી હતી જેમાં ગામડે ફરીને યુવાનોને સેનામાં જોડાવા પ્રેરણા આપી હતી જેના પરિણામે આજે મોટી સંખ્યામાં યુવાનો એન.સી.સી.માં જોડાયા છે. ગ્રુપ કમાન્ડર બ્રિગેડીયર અજીતસિંહ સેખાવતના સેવા નિવૃત્તિના ભાગરૂપે અબતક પરિવાર તરફથી મુમેન્ટો આપી તેમના કાર્યોને બિરદાવ્યા હતા.
બ્રિગેડીયર અજીતસિંહે પોતાની આર્મીની સફર વિશે કહ્યું હતુ કે પાંત્રીસ વર્ષે એ નાનો સમય ન કહેવાય. ખૂબ લાંબા સમય ગાળાની સફર કહેવાય અને આ પાંત્રીસ વર્ષની અંદર મા‚ સૌભાગ્ય છે કે મને ઘણા બધા યુધ્ધોમાં લડવા માટે મોકો મળ્યો હતો કારણ કે હું જમીનદળ સેના સાથે સંકળાયેલો છું અને જમીનદળ સેનાનું એક જ કામ છે કે દુશ્મનની નજીક જઈને બંદૂકની મદદથી નાબુદ કરવા. કયારેક કોઈ ડર કે ખોટી ભાવના અમારામાં નથી આવતી મેં મારા બાવીસ બ્રિગેડીયરના પલટનની સાથે પાંચસોથી પણ વધુ ઓપરેશન કાશ્મીરની ઘાટીમાં કર્યા છે.
તદઉપરાંત મને કારગીલની લડાઈ લડવાનો મોકો મળ્યો ૧૮૦૦૦ ફૂટ ઉંપર ૦.૫૨૮૭ને કબ્જો કરવાનો મોકો મળ્યો અમારી મુસલમાન કંપનીની સાથે નારાએ તકબીર અલ્લાહ હો અકબરનાં નારા લગાવ્યા અમે બધા શકિતશાળી છીએના નારા સાથે દૂશ્મનને જમીનદોસ્ત કર્યા એજ વિસ્તારમાં બીજી ટેકરી ૫૪૬૫માં આહિર કંપનીની સાથે નેતૃત્વ કર્યું અને એ ટેકરી પર પણ કબ્જો કર્યો.
આ બટાલીયન અને કારગીલનાં યુધ્ધમાં સારા કાર્ય કરવાનાં કારણ મને એક ઈનામથી વધાવવામાં આવ્યો અને એ ઈનામ હતુ આફ્રિકાના એક ખતરનાક દેશ સિરાત્ચોનમાં સંયુકત રાષ્ટ્રના ઝંડાની નીચે ત્યાં જઈને આપણા ૨૩૨ ગોરખા સોલ્જરને બંદી બનાવ્યા હતા એને છોડાવાનો ટાસ્ક મળ્યો અને એની અંદર કોઈ પણ પ્રકારની હતાશા વગર અમે એ સોલ્જરને છોડાવવામાં કામયાબી મળી ૧ વર્ષ અમે સિરાવ્યામમાં સંયુકત રાષ્ટ્રા ઝંડા નીચે ગુજાર્યું હતુ ત્યાં વધુમાં વધુ શાંતિ જાળવીને ૧૮ બ્રિગેડીયર્સને એક મોટુ ઉદાહરણ આપ્યું.
ત્યારબાદ મને એક વધુ મોકો મળ્યો જેમાં ઈઘક્ષલજ્ઞની અંદર યુનાઈટેડ નેશનસ સંયુકત રાષ્ટ્રની નીચે ૧ વર્ષ ૨૨ ગાર્ડીયસને જેમાં લગભગ ૯૦૦ જવાન અને ૩૬ ઓફીસરની મોટી લઈને ઈઘક્ષલજ્ઞમાં ગયા અને શાંતિ સ્થાપવામાં મદદ કરી તો આ પ્રકારે ૩૫ વર્ષનો અનુભવ દૂશ્મનીસાથે લડવામાં નીકળી ગયો હું ખૂદને સૌભાગ્યશાળી માનુ છું કે હું ખુદને આર્મીમાં એક શહીદ તરીકે જોવા માગતો હતો ૩૦ એપ્રીલ ૨૦૧૯ હું સેવા નિવૃત થઈ રહ્યો છું અને મને આર્મીમાં જોડાયેલા રાખવા માટે મારો દિકરો એન્જીનીયરીંગ કરી ચેન્નઈ ઓફીસર ટ્રેઈનીંગ એકેડેમીમાં એનું સિલેકશન થયું છે. એ આવતા વર્ષે આજ દિવસોમાં લેફટીનન્ટ ઓફીસર બનશે આ પ્રકારે દેશભકિતની પરંપરા અમે જાળવી રાખીશુ.
રાજકોટ અને સૌરાષ્ટ્રનો અનુભવ એક અનોખો અનુભવ છે. આટલો અનુભવ, પ્રેમ, ઈજજત મને મારી જીંદગીમાં કયાંય નથી મળી આ એક જ કારણ છે જેનાં લીધે મને સૌરાષ્ટ્ર પાછુ આવવા પ્રેરે છે. હું આજે જયપૂર માટે નીકળવાનો છું પરંતુ મને પૂરો ભરોસો છે કે હું ત્યાં નહી રહી શકુ મારે પાછુ રાજકોટમાં આવવું પડશે. અહીયા મારી ઓળખાણવાળા લોકો અને અંજાન લોકો એ મને નિસ્વાર્થ ભાવે અનક્ધડીશનલી ઈજજત આપી છે. અને પૂરતો સાથ આપ્યો છે.
હુ આખા દેશના નાગરીકોને વિનંતી કરવા માંગીશ કે બધા લોકોએ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડમાં જો દેશના જવાનો માટે ઈજજત અને ભાવના અને પ્રેમ છે. એજ પ્રેમ દેશના સૈનિકોને આપવાનો છે પછી તમે જાણશો કે કેવી રીતે એક જવાન દેશની સુરક્ષા માટે આગળ જશે એનસીસીમાં મરી સાથે ૨૨૦૦૦ કેડેટસ જેમાં ૮ અને ૯માં ધોરણના છોકરા અને છોકરીઓ તેમજ કોલેજના છોકરાઓ અને છોકરીઓ તૈયાર થાય છે.જેમાં દર વર્ષે ઘણા કેડેટસ્ટ એ સર્ટીફીકેટ કે સી સર્ટીફીકેટ પાસ કરીને જાય છે. અને નવા કેડેટસની ભરતી થાય છે. મારી નીચે ૨ બટાલીયન રાજકોટ, ૪ ભાવનગરમાં, ૧ જૂનાગઢમાં અને ૧ સુરેન્દ્રનગરમાં એમ કુલ ૮બટાલીયન કાર્ય કરતી હતી.
૧૨ બટાલીયન જમ્મુ કાશ્મીર સેના મેડલ બ્રિગેડીયર સંજીત દત્તે જણાવ્યું હતુ કે હું ખૂદને સૌભાગ્યશાળી માનુ છું કે મે એક કાબીલ ઓફીસર બિગ્રેડીયર અજીતસિંહ સેખાવત પાસેથી સૌરાષ્ટ્રની પાવન ધરતી પર રાજકોટમાં એન.સી.સી. ગ્રુપ હેડ કવાટરનાં ગ્રુપ કમાન્ડરનો ચાર્જ લીધો છે. હું જે કામ સૌરાષ્ટ્રની ધરતી પર ચાલુ કરેલા છે. એમાં હું મારૂ પૂરૂ યોગદાન આપીશ અને મારો એક પ્રયત્ન રહેશે કે હું બાળકોને વધુમાં વધુ એન.સી.સી.માં આવવા માટે પ્રેરિત કરૂ અને દેશની સેના પ્રત્યે જુનુન અને ભાવના જગાવવામાં મારૂ પૂરૂ યોગદાન આપીશ.