ભાજપ મહિલા મોરચા દ્વારા અંજલીબેન રૂપાણીના નેતૃત્વમાં આવતીકાલે આજી નદીની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજી ડેમ નર્મદાના નીરથી તરબોળ થવા જઈ રહ્યો છે. ત્યારે આ તકે ભાજપ દ્વારા પણ તડામાર તૈયારી થઈ રહી છે. ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણીની આગેવાનીમાં ૫૦૦૦ બહેનો આજી નદીમાં ૫૦૦૦ ઈકો ફેન્ડલી દિવડાની મહાઆરતી આવતીકાલે સાંજે કરશે મહિલા મોરચાએ અંજલીબેન ‚પાણીની આગેવાનીમાં આયોજનને સફળ બનાવવા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષીને રાજકોટમાં તડામાર તૈયારીઓ શ‚ થઈ છે. રસ્તાઓને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે. તેમજ ભાજપ સરકારના ત્રણ વર્ષની ઉપલબ્ધીઓ ઉપર સર્કલોને શણગારવામાં આવ્યા છે. મોદીની ઉપસ્થિતિમાં દિવ્યાંગોના કાર્યક્રમમાં પણ બે વર્લ્ડ રકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે. ભાજપ દ્વારા મોદીના આગમનને ભવ્ય બનાવવાનું પણ સંપૂર્ણ આયોજન થયું છે.
મોદીની રાજકોટ મુલાકાત પહેલા યુધ્ધના ધોરણે કામગીરીને આટોપવા માટે તંત્ર ઉંધા માથે થયું છે. જેમાં હજારોની સંખ્યામાં તો કર્મચારીઓ અને સ્વયંસેવકો જ ખડે પગે રહેશે ભાજપના યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો થવાના છે. તો બીજી તરફ આજીમાં નર્મદાના નિરના અવતરણને મોદીની ઉપસ્થિતિમાં વધાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ માટે સરકાર કચેરીઓને પણ શણગારી દેવામા આવી છે. વડાપ્રધાન મોદીની રાજકોટ મુલાકાત અવિસ્મરણીય બની રહે તે માટે રેલીમાં પણ મોટા પ્રમાણમાં લોકો જોડાશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામા આવશે. આ કાર્યક્રમોની હરોળ માટે પોલીસ તંત્ર દ્વારા પણ આભેદ સુરક્ષાની તૈયારી કરી દેવામા આવી છે.