મહાપાલિકા દ્વારા આજી ડેમ ખાતે ઘનિષ્ઠ વૃક્ષારોપણ: ૧ લાખ વૃક્ષો વાવશે
આજ રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજી ડેમ ઓવરફલો પાસે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ કે આજની આ ઈવેન્ટ દરમ્યાન મહાનગરપાકા ૧ લાખ વૃક્ષોનું અને સમગ્ર ચોમાસા દરમ્યાન વધુ ૪ લાખ વૃક્ષો મળીને કુલ ૫ લાખ વૃક્ષોનું વાવેતર, ઉછેર લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી હાથ ધરાશે.
૧૧ ફૂટ પાણી આજી ડેમમાં રહેશે અને ૧૫ ઓગષ્ટ સુધીમાં આજી ડેમ છલકાશે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પાણીની સમસ્યા ભૂતકાળ બને તેમાટે તેઓ લાવ્યા છે. ‚ા.૪૦ કરોડની એકસપ્રેસ ફીડર લાઈન ન્યારી ડેમ અને અન્ય ઝોનમાં જશે. રાજકોટની કાયમી પીવાના પાણીની મુશ્કેલી દૂર થશે.
આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે, પર્યાવરણ નહી બચે,તો કંઈ નહી બચે, પર્યાવરણની જાળવણી કરવી જ‚રી છે. આપણે હજારો વર્ષથી પર્યાવરણ જાળવતા આવ્યા છીએ. પર્યાવરણને લગતો અર્થવવેદ છે. એક સર્વે મુજબ ચીન અને અમેરિકા દેશ દ્વારા પૃથ્વીના વાતાવરણને સૌથી વધુ હાની પહોચે છે. જયારે ભરત માત્ર ૬.૬ ટકા કાર્બન ડાયોકસાઈડ ઉત્પન્ન કરે છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતુકે આજે અહી ૧૦૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને વધુ વૃક્ષોનું વાવેતર ઉછેર કરાશે. પ્રકૃતિ તેમજ પર્યાવરણનું આપણે જતન કરવું જોઈએ રાજકોટ સીટીને સ્માર્ટ સીટી બનાવવા માટે રાજકોટને ગ્રીન અને કલીન સીટી બનાવવું પડશે.
આ પ્રસંગે મહેમાનોના હસ્તે વિવિધ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ કેતન પટેલ, કંચનબેન િસધ્ધપુરા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકીયા, મહેશ રાઠોડ, ચા‚બેન ચૌધરી, કોર્પોરેટર બાબુભાઈ આહિર, અંજનાબેન મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, મનીષ રાડીયા, અશ્ર્વીન મોલીયા, પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, અનિલ રાઠોડ, મુકેશ રાદડીયા, દલસુખ જાગાણી, દેવુબેન જાદવ, સજુબેન રબારી, ‚પાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, અશ્ર્વીન ભોરણીયા, બીનાબેન આચાર્ય જયોત્સનાબેન ટીલાળા, વર્ષાબેન રાણપરા, કિરણબેન સોરઠીયા, તેમજ શિક્ષણ સમિતિ સભ્યો અલ્કાબેન કામદાર, મુકેશ મહેતા, ભાજપ અગ્રણીઓ તેમજ ક્રિશ્ર્ના ઈન્ટરનેશનલ સ્કુલ વિરાણી સાયન્સ કોલેજ તથા અન્ય શાળા કોલેજોનાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણના કાર્યક્રમના સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન ‚પાણી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકૂર, શાસક પક્ષના નેતા અરવિંદ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.