અબતક,રાજકોટ
તાઉતે વાવાઝોડાના પગલે રાજકોટમાં પણ અસર વર્તાય હતી અનેક વિસ્તારમાંભારે વરસાદ અને પવનના સુસવાટા જોવા મળ્યા હતા. ત્યારે ભારે વરસાદના પગલે આજીડેમ 2 ઓવરફલો થયો છે. અને આજીડેમ 2નો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે.શહેરમાં વરસાદના પગલે આજીડેમ 2 ઓવર ફલોથયો છે.
આજીડેમ 2ના હેઠળ આવતા નીચાણવાળ10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજીડેમ 2ની સંગ્રહ ક્ષમતા 73.76 મીટર છે. હાલ ડેમમાં 73.76 મીટર પાણી રહેલ છે. આજીડેમ 2ના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે.હાલ આજીડેમ 2માં 764 કયુસેક પાણીની આવક થવા પામી છે.પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ નજીક આવેલા આજીડેમ 2 ડેમ તેની નિર્ધારીત સપાટીએ ભરાઈ જતા ડેમનો અકે દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નીચાણવાળા દસ જેટલા ગામો જેવા કે અડબાલકા, બાધી, દહિસરડા, ડુંગરકા, ગઢકા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમ તરફથી જણાવવામાં આવ્યું છે. વરસાદના પગલે ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. અને હાલ હેમમાં 746 કયુસેક પાણીની આવક થવા પામી છે. આ ડેમના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે.