આજી નદીમાં ઉગી નીકળતી ગાંડીવેલની સમસ્યાનો કાયમી નિકાલ માટે ઘડાતુ આયોજન
રાજકોટ શહેરના મધ્યમાંી પસાર તી ઐતિહાસીક એવી આજી નદી જાણે ગાંડીવેલની નદી બની ગઈ હોય તેમ તાજેતરમાં નદીની સફાઈ દરમિયાન ૫૭ ટની વધુ ગાંડીવેલ સહિતનો કચરો નિકળ્યો હતો. નદીમાં ગાંડીવેલની સમસ્યા કાયમી નિકાલ આવે તે માટે મહાપાલિકા તંત્ર દ્વારા આયોજન ઘડવામાં આવી રહ્યું છે.
આજી નદી વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સુધી પહોંચ્તા તેઓએ આજી નદીમાં સફાઈની કામગીરી હા ધરવા આરોગ્ય શાખા તા સોલીડ વેસ્ટ શાખાને આદેશ આપ્યો હતો. જેના ભાગ‚પે ગઈકાલે આજી નદીમાં સફાઈની કામગીરી હા ધરાઈ હતી. રામના ઘાટ, ચુનારાવાડ બેઠા પુલ સુધી જેસીબી મશીન દ્વારા વેલ કાઢી બીટીઆઈનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જંગલેશ્ર્વર શેરી નં.૧૯, ૩૧,૨૪,૧૦ અને ૨૮ સહિતના વિસ્તારોમાં સફાઈ દરમિયાન નદીમાંી અંદાજીત ૫૩ ટન જેટલો ગાંડીવેલનો કચરો કાઢવામાં આવ્યો હતો. મચ્છરોના પોરાના નાશ માટે ૨૮ કિલો બીટીઆઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આજી નદીમાં દર વર્ષે ગાંડીવેલ ઉગી નીકળે છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.