મેલેરીયા વિભાગની કામગીરી લોટ, પાણીને લાકડા જેવી છે. અત્યારે મેલેરિયા વિભાગ જૂન માસને મેલેરિયા વિભાગ તરીકે ઉજવી રહ્યું છે. ઘરોમાં જઈને મચ્છરોના ઉપદ્રવ કેન્દ્રોનો નાશ કરી રહ્યું છે. પણ જ્યા મચ્છરો બેફામ રીતે જન્મે છે. તે ગાંડી વેલ ઉપર મેલેરિયા વિભાગની અમીદ્રષ્ટિ હોય તેવો ઘાટ સર્જાયો છે.
જો કે એક મુદ્દો એ પણ છે કે જો મેલેરિયા વિભાગ ગાંડીવેલ દૂર કરી નાખશે તો મચ્છરો જ નહીં રહે. અને જો મચ્છરો જ નહીં રહે તો મેલેરિયા વિભાગ નવરો ધૂપ થઈ જશે અને આ વિભાગના અસ્તિત્વ ઉપર જોખમ થઈ જશે માટે જ કાર્યવાહી ન થતી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.