બૉલીવુડમાં સિંઘમ અને, સુલતાન મિર્ઝાના ઉપનામથી જાણીતા અભિનેતા અજય દેવગણ હાલમાં સામાજિક કાર્ય માટે આગળ આવ્યા છે. આની પેહલા પણ અભિનેતાએ જરૂરીયાતમંદોને મદદ કરી હતી. કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી(Spinal Muscular Atrophy) નામની ભયંકર બીમારીથી પીડાતા બાળકની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. આ વાતની અભિનેતાને ખબર પડતા તેને ટ્વિટર પર ટ્વિટ કરી લોકો પાસે મદદ માટે અપીલ કરી.
Read More : https://t.co/UHAJ5yIwsH
Donate : https://t.co/f3dd3ESdvr
Paytm(Android Users Only) : https://t.co/smmDVNu0PT
NEFT / IMPS / RTGS
(From Banks in India only)
Account number: 700701717157379
Account name: Ayaansh Gupta
IFSC code: YESB0CMSNOC— Ajay Devgn (@ajaydevgn) April 14, 2021
અજય દેવગને (#SaveAyaanshGupta)ના ટેગ સાથે ટ્વિટ કર્યું, “આયંશ ગુપ્તા નામનો બાળક Spinal Muscular Atrophy નામની બીમારીથી પીડાય છે, તેની સારવાર અને દવા માટે 16 કરોડ રૂપિયાનો ખર્ચો છે. આ બાળકના ઈલાજ માટે તમારા બધાની મદદની જરૂર છે.” મદદ માટે તેને ટ્વિટના ઇનબૉક્સમાં એક લિંક પણ આપેલી છે. જેના દ્વારા બાળકના ઈલાજ માટે તમે જે કઈ મદદ કરવા માંગો છો, તે આ એકાઉન્ટમાં જમા કરાવી શકો.