ગોલમાલ સિરીઝ હુકમનો એકકો છે તો આમીર માટે પણ વિન વિન સિચ્યુએશન
દિવાળી ઉપર અજય દેવગન અને આમીર ખાન વચ્ચે ટકકર થવાની છે. આમીરની ફિલ્મ સિક્રેસ સુપરસ્ટાર અને અજયની ગોલમાલ અગેઇનની રીલીઝ ડેટમાં માત્ર એક જ દિવસનો ફેર છે.
જો કે, અજય માટે આ નવી વાત નથી, નથિંગ ન્યુ….. અગાઉ અજયની ફિલ્મો ઓલ ધ બેસ્ટ સામે શાહરૂખ ખાનની જબ તક હે જાન, ગઇ દિવાળીએ સિવાય સામે રણબીર કપૂરની એ દિલ હે મુશ્કીલની બોકસ ઓફીસ પર ટકકર થઇ હતી. અજયની છેલ્લી રીલીઝ થયેલી ફિલ્મ ‘બાદશાહો’ બોકસ ઓફીસ પર કોઇ કમાલ બતાવી શકી નથી જયારે આમીર માટે વિન વિન સિચ્યુએશન છે કેમ કે, ‘દંગલ’ ની કમાણી ગણતા મીસ્ટર પરફેકશનિસ્ટ હજુ થાકતો નથી.
સિક્રેટ સુપરસ્ટારમાં આમીરનો આગવો ટચ છે જેમ ફિલ્મ તારે જમી પરને તે જે ઉંચાઇએ લઇ ગયો હતો. બરાબર એવું જ સિક્રેટ સુપરસ્ટાર માટે માનવામાં આવે છે. બીજી તરફ ગોલમાલ સીરીઝની તમામ ફિલ્મો ચાલી છે અને આ પણ ચાલશે તેમાં શંકા નથી. દીવાળીની રજાનો લાભ બન્ને ફિલ્મોને મળશે. જો કે શબ્દો ચોર્યા વગર લખવું હોય તો આમીર ઇઝ ધ બેસ્ટ કવોલીટી વાઇઝ આમીરની સિક્રેટ સુપરસ્પાર અજયની ગોલમાલ અગેઇન કરતા ચાર ચાસણી ચઢે તેવી છે. બાય ધ વે, સિક્રેટ સુપરસ્ટાર એક દિવસ વહેલી એટલે કે ૧૯મી ઓકટોબરે ગુરુવારે રીલીઝ થશે જયારે ર૦મી ઓકટોબરે શુક્રવારે ગોલમાલ અગેઇન દેશભરમાં સિનેમાઘરોમાં દસ્તક દેશે. ઓલ ધ બેસ્ટ આમીર એન્ડ અજય….