‘સર્વે તીર્થોમાં ગંગા સૌથી શ્રેષ્ઠ છે’
ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્વમુખે કહ્યું છે, સ્ત્રોત સામસ્મિ જાહનવિ ! અર્થાત નદીઓમાં જાહનવી ગંગા હુઁ છું તિર્થોના સ્ત્રતો સાગ ગંગા સર્વે તિર્થોમાં ગંગા સૌથી શ્રેષ્ઠ છે.
આમ તો અવની પર અસંખ્ય નદીઓ અવિરત પણે વહે છે, કંઇ કેટલીય નદીઓ પહાડો, પર્વતોમાંથી નીકળે છે. પરંતુ ગંગાએ ગંગા છે. હિમાલયને હિમાલય જ કહેવાય, ગીરનાર નહી, એમ.ચાર પુષાર્થ કારીણી દેવ નદી ગંગાને ગંગા જ કહેવાય, અન્ય કશું ન કહી શકાય.
પૌરાણિક કથાનુસાર, ઇક્ષ્વાકુ વંશના પ્રતિભાવંત અને પરાક્રમી રાજા સગરે સૌ અશ્ર્વમેધ યજ્ઞ કર્યા, જયારે તેમણે સોમા યજ્ઞનું ભવ્ય આયોજન કર્યુ ત્યારે ઇન્દ્રે ઇન્દ્રાસન જવાના ભયથી અશ્ર્વમેધના શ્યામકર્ણ અશ્ર્વને પાતાળમાં કપિલઋષિના આશ્રમમાં લઇ જઇ બાંધી દીધો. સગર પુત્રો અશ્ર્વને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવી પહોચ્યા, ત્યાં અશ્ર્વને જોઇ, મુનિની આજ્ઞા લીધા વિના જ અશ્ર્વને છોડી દીધો. તે સમયમાં વાક-સિઘ્ધ ગણાતા કપિલ-મુનિએ પોતાની પરવાનગી વિના અશ્ર્વને લઇ જતા સગર-પુત્રોને જોઇ પોતાનું હળાહળ અપમાન લાગતા, પોતાની શકિતના બળે સાગર-પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. રાજા સગરને આ અંગે જાણ થતાં પોતાના પૌત્ર અંશમાનને કપિલ-મુનિના આશ્રમે મોકલ્યો, તેણે કપિલ-મુનિની માફી માંગી અશ્ર્વ પરત મેળવ્યો, અને પછી રાજા સગરે સોમો અશ્ર્વમેધ યજ્ઞ પૂર્ણ કર્યો, ત્યારબાદ પોતાના પૂર્વજોના મોક્ષ અંગે કપિલ- મુનિને વિનંતી સહ પૂછતા કપિલ-મુનિએ કહ્યું, જયારે જહાનવીની પરમ પાવક ધારા ધરતી પર વહેશે ત્યારે તારા પૂર્વજો મુકત થશે. આથી ગંગાનું અવની પર અવતરણ કરાવવા અંશુમાને તપ આદર્યુ, પરંતુ સફળતા જન પ્રદાન થઇ. તેના પગલે તેના પુત્ર રાજા દિલીપે પણ તપ દ્વારા પોતાના પ્રાણની આહુતિ અર્થી પણ ગંગા અવતરણમાં અસફળ રહ્યા. અંતે પુત્ર ભગીરથથી દિવ્ય, ભવ્ય તપશ્ર્ચર્યાથી તૃપ્ત થઇ બ્રહ્માજીએ ગંગામૈયાને અવની પર અવતરણ કરવાનો આદેશ આપ્યો.
સ્થુળ દ્રષ્ટિએ ગંગા આથિક લાભકર્તા લાગે સુક્ષ્મ દ્રષ્ટિએ જોઇએ તો તે આઘ્યાત્મિક વર્ધક છે. તેનો મહિમા અને ગરિમા અપરંપાર છે. એના પુનિત પાવન દર્શનથી દુ:ખ, દર્દ, દુ:ષ્ટ્રાવૃત્તિઓ, વૃત્તિઓ દબાઇ જાય છે. મનના સદભાવના અને સદવિચારોની સરવાણી ફૂટે છે. મરકટ મન મીદડુ બની જાય છે. એક અજબ સાતા વર્તાય છે. એના સ્પર્શથી રોમ-રોમ રોમાચિત થઇ ઉઠે છે. કંઇ કેટલાક તપસ્વીઓના તપોબળથી તૃપ્ત થયેલી એ તપસ્વિની પુણ્ય સલીલા ગંગામૈયાના જીવંત જળ પતિત આત્માને પાવન કરે છે. એમાં અલૌકિક આનંદ ઉસ્તાહ અને ઉમંગ ભરે છે. અને એટલે જ ગંગા મહાત્મયમાં પરમ પાવની, પાપનાશીની ગંગામૈયાનું અદભુત વર્ણન ઠેર ઠેર જોવા મળે છે.
ગંગા જળ કેવળ જળ નહીં પણ જીવંત જળ, જીવન બળ
આમ તો દરેક તિર્થોનું જળ પવિત્ર ગણવામાં આવે છે. પરંતુ ગંગાજળની ગરીમા અને મહિમા કંઇ ઓર જ છે. અત્યાર સુધી તેને હિન્દુઓની શ્રઘ્ધા, આસ્થ્ા, માનવામાં આવતી, પરંતુ પાશ્ર્વાત્ય વૈજ્ઞાનિકો અને તબીબોએ પણ તેની અદભુત મહતા વર્ણવી છે. ત્યારે દરેકનું ઘ્યાન એ તરફ કેન્દ્રિત થાય એ સ્વભાવિક છે. અને એ લોકોએ સાબિત કર્યુ છે. ‘સનાતન ધર્મની શ્રઘ્ધા અસ્થાને યા નિરાધાર નથી. એના નકકર પુરાવા છે.’