ભુંગળા પર પ્રતિબંધ લાદવા મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો

મસ્જિદોમાં અજાન માટે ઉપયોગમાં લેવાતા માઈક નો મુદ્દો વધુ એકવાર ન્યાયની એરણ પર ચડ્યો છે ,હાઇકોર્ટમાં  અજાન માટે વાપરવામાં આવતા લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાની દાદ સાથે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી ને લઈને સોમવારે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે આ અંગેનો જવાબ માંગતા ફરી એકવાર અજાન માટેના લાઉડ સ્પીકર નો મુદ્દો ઉજાગર થયો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ એ જે દેસાઈ, વિરેન વૈષ્ણવ ની સંયુક્ત ખંડપીઠે રાજ્ય સરકારને ભૂંગળા પર પ્રતિબંધ લાદવા મુદ્દે બારમી એપ્રિલ સુધી માં જવાબ આપવા આદેશ કર્યો હતો,

ગાંધીનગર બજરંગ દળ ના જિલ્લા પ્રમુખ શક્તિસિંહ ઝાલા દ્વારા ગયા વર્ષે કરવામાં આવેલી જાહેર રીતની અરજી ને લઈને ધારાશાસ્ત્રી દિપક ભાઈ શુકલ કોર્ટમાં હાજર થયા હતા, અત્રે એ પણ ઉલ્લેખનીએ છે કે ગયા વર્ષે ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ ગાંધીનગર વાળાએ આ મુદ્દે જાહેર રીતની અરજી કરી હતી પરંતુ ચોક્કસ વર્ગના લોકો દ્વારા આપવામાં આવેલી ધમકીના પગલે તેમણે અરજી પાછી ખેંચી લીધી હતી ત્યારે ધારાશાસ્ત્રી દીપકભાઈ શુક્લએ મૂળ અરજદાર ની જગ્યાએ બજરંગ દળ ના આગેવાન શક્તિસિંહ ઝાલા ને પક્ષકાર તરીકે જોડવા અદાલતમાં દાદ માંગી હતી , હાઇકોર્ટની સંયુક્ત ખંડ પિઠે રાજ્ય સરકારને આ મુદ્દે જવાબ આપવા જણાવ્યું હતું ખંડપીઠે નવા અરજદારને આ મામલે સામેલ કરવા આદેશ આપ્યો છે સાથે સાથે ડીજે ટ્રક દ્વારા ફેલાવવામાં આવતા અવાજ પ્રદુષણ સામેની જાહેર હિતની અરજીને પણ આ મામલા સાથે જોડવા નિર્ણય લીધો હતો ગાંધીનગર ના ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યું હતું કે હોસ્પિટલ નજીકની મસ્જિદમાં ખૂબ જ ઓછા લોકો નવા જ મળવા આવતા હોવા છતાં મોજીદ મોટા અવાજે લાઉડ સ્પીકર પર અજાન આપે છે માં ખૂબ જ ઓછા લોકો નમાજ પડવા આવે છે મોટા અવાજે લાલ સ્પીકર પર અજાન આપે છે.

તેમણે ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે મોટા અવાજથી ધ્વનિ પ્રદૂષણ અને ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના લોકોને માનસિક શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જાહેરમાં અવાજનું પ્રદૂષણ લોકોને કાર્યક્ષમતા ની સાથે સાથે આરોગ્ય પર અસર કરતી હોવાથી આ બાબત આવકાર્ય ન ગણાય. અને જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશાસનની મંજૂરી વગર મોટા અવાજે લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવો કાયદાનો ભંગ ગણાય વળી પ્રાર્થના માટે વાપરવામાં આવતા લવ સ્પીકર અંગે મોટાભાગના મુસ્લિમ લોકો પાસે કોઈપણ પ્રકારની અધિકૃત પરવાનગી હોતી નથી તેમ અરજીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ સાથે સુપ્રીમ કોર્ટ ના નિર્દેશ મુજબ એવી કોઈ ધાર્મિક વિધિ કે પ્રાર્થનાને મંજૂરી ન દેવાય જે અન્ય લોકો ની શાંતિ ના ભોગે કરવામાં આવતી હોય તે બાબત પણ આ રજૂ કરવામાં આવી હતી. ફરી એકવાર મસ્જિદમાં અજાન માટે વાપરવામાં આવતા લાઉડ સ્પીકર નો મુદ્દો ન્યાયની ચડ્યો છે ત્યારે લાઉડ સ્પીકર દ્વારા અજાન ઉપર પ્રતિબંધ આવશે તેઓ સવાલ ફરીથી ઉજાગર થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.