લૂંટ કરતા પહેલાં કહી દેતા કે ‘હું આવું છું’
ઈતિહાસના પાનાઓમાં લાખો નામો નોંધાયેલા છે. ઇતિહાસો લખાયેલા છે.કેટલાક નામો, વંશજો છે, જેમને આજે પણ યાદ કરવામાં આવે છે જેમ કે મુગલ વંશ, રાજપૂત વંશ, બ્રિટિશ રાજ વગેરે. આ રાજાઓના સમયમાં લુંટારાઓ, ડાકુઓ પણ હતા.જેના વિષે ઈતિહાસ પણ ગજબનો લખાયેલ છે.એવા જ એક ડાકુ વિષે જાણીએ..
ઉત્તર પ્રદેશમાં જન્મેલો અને ગરીબ પરિવારમાં ઉછરેલો સુલતાના સિંહ. ઘણા ઈતિહાસકારો માને છે કે સુલતાના ડાકુ બિજનૌર રાજ્યની રહેવાસી હતો.સાદાઈથી જીવન પસાર કરતો હતો.પણ જીવનના અમુક એવા વળાંકો હોય છે.જ્યાંથી જીવન પરિવર્તન પામી જાય છે.એવું થયું સુલતાના સિંહના જીવનમાં….સુલતાનાના સિંહ અંગ્રેજ મહિલાના પ્રેમમાં ડાકુ બની ગયો હતો. તે એક અંગ્રેજ સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યો હતો, તે વ્યક્ત કર્યા પછી અંગ્રેજોએ સુલતાનાને ધમકી આપી. આ પછી સુલતાનાએ મહિલાનું અપહરણ કરી લીધું હતું અને ત્યારથી સુલતાનાએ આતંકનો માર્ગ અપનાવ્યો હતો.
સુલતાના ડાકુનું અસલી નામ કુખ્યાત સુલતાના સિંહ હતું.કહેવાય છે કે સુલતાના ડાકુ એટલે કે સુલતાન સિંહ વિચરતી બંજરે ભંતુ સમુદાયના હતા. સુલતાના સિંહ ને ડાકુ ઉપરાંત રોબીન હુડ પણ કહેતા.સુલતાના ડાકુ પોતાને મહારાણા પ્રતાપના પરિવારમાંથી જણાવતો હતો.
સુલતાના સિંહ વિશે ઘણી માન્યતાઓ છે જેમ કે- કહેવાય છે કે સુલતાના સિંહ પ્રેમમાં ડાકુ બની ગયો હતો. તે એક અંગ્રેજ સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યો હતો, તે વ્યક્ત કર્યા પછી અંગ્રેજોએ સુલતાનાને ધમકી આપી. આ પછી સુલતાનાએ મહિલાનું અપહરણ કરી લીધું હતું અને ત્યારથી સુલતાનાએ આતંકનો માર્ગ અપનાવ્યો હતો. અને લૂંટ કરતા પહેલાં કહી દેતા કે ‘હું આવું છું’
સુલતાના સિંહ ન્યાય કરનાર વ્યક્તિ હતો. એટલા માટે તે અમીરોનો સામાન ચોરીને ગરીબોમાં વહેંચતો હતો. કારણ કે તેમને લાગ્યું કે સમાજમાં ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે. તેથી જ સુલતાનાએ આતંકનો માર્ગ અપનાવવાનું શરૂ કર્યું અને ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યો.
થોડા સમય પછી સુલતાના ડાકુનો ડર ઘણો વધી ગયો હતો. લોકો સુલતાનાથી ખૂબ ડરતા હતા કારણ કે સુલતાનાએ લોકોને ખુલ્લેઆમ લૂંટવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, એવું કહેવાય છે કે સુલતાનાએ ચારસો વર્ષ પહેલાં નજીબાબાદ સ્થિત નજીબુદ્દૌલાના કિલ્લાને પણ લૂંટી લીધો હતો અને કબજો કર્યો હતો.