બોટીંગની સુવિધા સાથે વરસાદને ઘ્યાને લઇ વોટર પ્રુફ મંડપ નખાશે
આગામી સાતમ-આઠમના તહેવારોમાં લોકો દરેક ફરવાના સ્થળે ઉમટી પડશે ત્યારે રાજકોટની ભાગોળે આવેલ ઇશ્વરીયા પાર્ક ખાતે પણ તહેવારોને અનુલક્ષીને વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. સહેલાણીઓ માટે બોટીંગની સુવિધા રાખવામાં આવી છે તેમજ ભારે વરસાદને ધ્યાનમાં રાખી વોટરપ્રૂફ મંડપ પણ નાંખવામાં આવશે.
પ્રકૃતિથી ભરપુર નયનરમ્ય ઇશ્વરીયા પાર્કમા: સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઇશ્વરીયા પાર્ક તહેવારો દરમ્યાન સવારે ૯ થી રાત્રીના ૯ સુધી ખુલ્લુ રહેશે. આ ઉપરાંત વરસાદની મોસમ હોય ત્યારે વરસાદને ઘ્યાનમાં રાખીને વોટર પ્રુફ મંડપ પણ નખાશે જેથી સહેલાણીઓ ત્યાં આરામથી બેસી શકે રાજકોટ જીલ્લામાં એક માત્ર ઇશ્વરીયા પાર્ક ખાતે સહેલાણીઓ માટે બોટીંગની સુવિધા છે.
ત્યાં લોકો મિત્રો, પરિવારજનો સાથે બોટીંગ કરી અનેરી મજા માણશે. ઇશ્ર્વરીયા પાર્કમાં તહેવારો દરમ્યાન સહેલાણીઓ કંઇક અલગ જ આહલાદક અનુભવ કરશે.