અબતક,રાજકોટ
ગુજરાતી સંગીતકાર ની વાત કરીયે તો ઘણા નામ યાદ આવે છે જેમાનું એક લોક લાડીલું નામ એટલે કે એશ્વર્યા મજમુદાર! એમના મધુરઅવાજે તો જાણે આપણા દિલ માં ઘર કરી લીધું હોય! ત્યારે એમના જ મધુર અવાજ માં હાલ “પ્રેમ રંગ મણિયારો ” સોન્ગ લોન્ચ તેમની જયુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવ સીઝન માં આ ગીત તો કોઈ પણ મેહફીલ માં ચાર ચાંદ લગાડી દે એવું છે! આ ગીતજેમાં ઐશ્વર્યા મજમુદાર અને તેમની સાથે દેવર્ષિ શાહ જોવા મળ્યા છે.
સોન્ગ યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરવાની સાથે જ સોન્ગ 20 પરટ્રેન્ડિંગ થયું અને માત્ર 24 કલાકની અંદર જ 10 લાખથી વધુ વ્યુસ તો આવી જ ગયા હતા અને સાથો – સાથ લોકોએ ખુબ પસંદ્ગિદર્શાવી ગીત સાંભળીને “પ્રેમ રંગ” લાગી ગયો હોય એવું લાગે છે. ઐશ્વર્યા મજમુદાર કે જે નાનપણથી જ સંગીતની સફરમાં જોડાયેલ છે. કે જે ઈન્ડીયન આઈડલ ફ્રેમ રહી ચૂકી છષ. અને સાથે છોટે ઉસ્તાદ શોમાં 15 વર્ષની વયે વિજેતા બની છે. અને નવલા નોરતામાં અલગ અલગ શો કરી લોકોના મન જીતે છે.
તેના દ્વારા ઘણા અલગ અલગ આલબમ ગીતો બહાર પાડવામાં આવ્યા છે. અને તે ગીતોને લોકોએ નવાજયા છે. અને તેના અવાજના લોકો દીવાના બન્યા છે. ત્યારે ફરી વાર તે ‘પ્રેમ રંગ મણીયારો’ ગુજરાતી સોન્ગ લોન્ચ કરી અને લોકોને પ્રેમ પીરસ્યો છે.
ઐશ્વર્યા મજમૂદારે ગુજરાતી ફિલ્મો સહિત હિન્દી ફિલ્મોમાં પણ પોતાના અવાજથી ધૂમ મચાવી છે. સાથે આ નવા સોન્ગ રીલીઝ થતાની સાથે માત્ર એક દિવસમાં યુ ટયુબ પર 10 લાખ વ્યુહસ કરતા પણ વધુ વ્યુહસ મળ્યા છે. અને તેના નવા સોન્ગને લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.