મિત્તલે ઈન્ટરવ્યૂંમાં જણાવ્યું હતુ કે, જીઓનાં કારણે ટેલીકોમ ઊદ્ગમાં થયેલા ઝડપી કોન્સોલિડેશનનો લાભ ભારતી એરટેલને મળ્યો છે. કંપની માર્ચ ૨૦૧૯ સુધીમાં વોડાફોન ઈન્ડિયા આઈડીયાને વટાવી આવકની રીતે બજાર હિસ્સામાં ફરી નંબર ૧ બનશે તેમણે વધુમાં જણાવ્યું હતુ કે બજારમાં એટલી હદે કોન્સોલિડેશન જોવા મળ્યું છે કે કયારેય શકય જણાતુ ન હતુ. બીજા નંબરની કંપની વોડાફોન અને ત્રીજા નંબરની આઈડીયા જેવી બે મજબૂત કંપનીઓ વચ્ચેનું મર્જર કયારેય વિચારી શકાય નહિ.
મિત્તલના જણાવ્યા અનુસાર કંપની એરસેલ સાથે એકિવઝિશનની ચર્ચા કરવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આરકોમ સાથે એરસેલના મર્જરની વાત નિષ્ફળ રહી હતી.
મિતલે કહ્યું હતુ કે, મારા મતે તેમના એરસેલ માટે અમારા અથવા વોડાફોન આઈડીયા સિવાય કોઈ વિકલ્પ નથી. વાતચીતની શકયતા હશે. ત્યારે અમે એ ચર્ચાનો ભોગ બનીશું એરટેલે ગયા વર્ષે એરટેલનં આઠ સર્કલનું ૪-જી સ્પેકટ્રમ ૩૫૦૦ કરોડમાં ખરીધું હતુ.