પ્રિપેઈડ પ્લાનમાં સુધારા સહિત અનેક આકર્ષક ઓફરો આપવા સર્વિસ પ્રોવાઈડરે કમરકસી

રિલાયન્સ જીઓ જે રીતે પોતાના ગ્રાહકોને લોભાવનાર જાહેરાતો આપી પોતાની તરફ આકર્ષીત કરી રહ્યું છે ત્યારે જેને પહોંચી વળવા અન્ય સર્વિસ પ્રોવાઈડર જેવા કે એરટેલ તથા વોડાફોન-આઈડીયાએ હાથ મિલાવ્યો છે અને જીઓને ભરી પીવા અનેકવિધ પ્રકારની નવીન યોજનાઓ અને આકર્ષક પેક પણ ઘોષીત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હાલ વોડાફોને પોતાના ૨૦૯ અને ૪૭૯ રૂપિયાવાળા પ્રિપેડ પ્લાનમાં થોડો બદલાવ કર્યો છે જેમાં આ બન્ને પ્લાનની ડેટા લીમીટને પણ વધારી દેવામાં આવી છે.

લોકો દ્વારા રીચાર્જ કરાવ્યા પર જે ૧.૫ જીબી ડેટા પ્રતિ દિવસ મળતું હતું તે હવે વોડાફોનમાં ૧.૬ જીબી ડેટા પ્રતિદિવસ મળી રહેશે. આ પ્લાન ક્રમશ: ૨૮ અને ૮૪ દિવસનો રહેવા પાત્ર રહેશે ત્યારે આવી જ રીતે એરટેલ પણ પોતાના પ્લાનમાં ફેરફાર કરી રહ્યો છે. ત્યારે જીઓની આકર્ષક ઓફરના પ્રમાણમાં એરટેલ તથા વોડાફોન-આઈડિયા પણ ગ્રાહકોને લુભાવી રહ્યાંનું લાગી રહ્યું છે. ઓફરની વાત કરવામાં આવે તો એરટેલના દિલ્હી એનસીઆર સર્કલમાં જે ૧૯૯ રૂપિયાવાળો પ્લાન ૨૮ દિવસ માટેનો છે અને તેમાં જે ૧.૫ જીબી ડેટા પ્રતિ દિવસ મળે છે તે પ્લાન હવે ૪૪૮ રૂપિયાનો કરી દેવામાં આવ્યો છે જેની અવધી ૮૨ દિવસની રહેશે અને સાથે સાથે ૧.૫ જીબી ડેટા પણ પ્રતિ દિવસ મળવા પાત્ર રહેશે. સાથો સાથ આ બન્ને પ્લાનમાં અનલીમીટેડ કોલીંગ, રોમીંગ અને ૧૦૦ એસએમએસ પ્રતિ દિવસની સુવિધા પણ મળવા પાત્ર રહેશે. જયારે જીઓની વાત કરવામાં આવે તો ૧૪૯ રૂપિયાના પ્લાનની અવધી ૨૮ દિવસ અને ૩૯૯ રૂપિયાના પ્લાનની અવધી ૮૪ દિવસની રાખવામાં આવી છે. ત્યારે રિલાયન્સ જીઓ આ બન્ને પ્લાનમાં પ્રતિદિવસ ૧.૫ જીબી ડેટા મળવા પાત્ર રહે છે. ત્યારે વોડાફોન અને અન્ય કંપનીઓના પ્લાનની સરખામણીમાં ખુબજ ઓછા રૂપિયામાં પ્લાન આવે છે ત્યારે રિલાયન્સ જીઓની માર્કેટ તોડવા અને જીઓને ભરી પીવા એરટેલ તથા વોડાફોન-આઈડિયાએ હાથ મિલાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.