મુંબઈના ફિનિક્સ મોલમાં નોકિયા સાથે મળીને કરાયું પરીક્ષણ: હજુ વધુ બે શહેરોમાં પણ પરીક્ષણની તૈયારી

ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે નોકિયાના નેટવર્ક ગિયરનો ઉપયોગ કરીને મુંબઈમાં 5જી ફિલ્ડ ટ્રાયલ દરમિયાન 1 ગિગાબાઇટ પ્રતિ સેકંડની ઝડપ રેકોર્ડ કરી છે. આ ટ્રાયલ મુંબઈના ફિનિક્સ મોલમાં કરવામાં આવ્યું હતું.

એરટેલે મુંબઈના ફિનિક્સ મોલમાં ફિનલેન્ડની કંપની નોકિયાના ગિયરનો ઉપયોગ કરીને 5જીનું ટ્રાયલ કર્યું હતું. આ દરમિયાન એરટેલને એક ગીગાબાઈટ પ્રતિ સેક્ધડની ઈન્ટરનેટ સ્પીડ રેકોર્ડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર દુરસંચાર વિભાગની ગાઈડલાઈન મુજબ એરટેલ નોકિયાના 5જી ગિયરનો વપરાશ કરી 3500 મેગાહર્ટઝ બેન્ડમાં ટ્રાયલ કરી રહ્યું છે.

ટ્રાયલ દરમિયાન એરટેલને અલ્ટ્રા લો લેટેન્સી સાથે એક હજાર એમબીપીએસથી વધુની સ્પીડ મળી હતી. દુરસંચાર વિભાગે હાલ નેક્સ્ટ જનરેશનને ફાસ્ટ વાયરલેસ બ્રોડબેન્ડ તકનીકને ભારતમાં વિકસિત કરવા માટે એરટેલને 3500 ખઇું, 28 ૠઇું અને 700 મહઝ એનસીઆર, મુંબઈ, કોલકતા અને બેંગ્લોરમાં સ્પેકટર્મનો ઉપયોગ કરીને હૈદરાબાદમાં લાઈવ નેટવર્ક પર 5જીનું ટ્રાયલ કરવાવાળી દૂરસંચાર ઓપરેટ બની ગઈ છે.

હજુ આ શહેરોમાં પણ ટૂંક સમયમાં થશે ટ્રાયલ

સૂત્રોના જણાવ્યા અનુસાર એરટેલ અને નોકિયા ટૂંક સમયમાં 5જી ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેઓને દિલ્હી અને બેંગ્લોરમાં પણ ટ્રાયલની પરવાનગી મળી ગઈ હોય તેઓ આગામી દિવસોમાં આ બન્ને શહેરોમાં પણ 5જીનું ટ્રાયલ કરવાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.