ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં દરેક કંપની પોતાના યુજર્સને બનાવી રાખવા માટે એક થી વઘુ એક નવી ઓફર આપી રહી છે. થોડા દિવસો પહેલા જ જીઓએ 100% કેશબેકનો પ્લાન બહાર પડ્યો હતો. હવે તેના જવાબમાં એરટેલે પણ નવી ઓફર બહાર પડી છે. જેમાં 349 રૂપિયાના રિચાર્જ પર તમને 100% કેશબેક મળશે.

એરટેલ તરફથી પણ ગ્રાહકોને 100% કેશબેક આપવામાં આવી રહ્યું છે. તેના માટે કંપનીની શર્ટ એટલી જ છે કે ગ્રાહકે એરટેલ નંબરમાં એરટેલ પેમેન્ટ બેન્ક માધ્યમ થી જ રિચાર્જ કરવાનું રહશે. તેના માધ્યમથી કંપની એરટેલ પેમેન્ટ બેન્કનો પણ પ્રચાર કરશે. આ પહેલા જીઓએ દિવાળી પર આ પ્લાન લોન્ચ કર્યો હતો.

જિઓના પ્લાનમાં 399 રૂપિયા રિચાર્જ કરવા પર ગ્રાહકને રૂ. 400 ની કેશબેક આપવામાં આવે છે. આ કેશબેક 50-50 રૂપિયા 8 સ્લોટમાં આપવામાં આવશે. નવી ઑફર્સ સાથે એરટેલની બાજુએથી કોઈ જણાવવામાં આવ્યું નથી કે તે વખતે આ યુઝરને ક્યારે લાભ મળશે?

એરટેલના નવા ઑફરમાં યુઝર 349 રૂપિયાના કેશબેકનો ઉપયોગ 7 સાત મહિના સુધી વધે છે. જયારે તમે એરટેલ પેમેન્ટ બૅન્ક મારફતે રિચાર્જ કરવા માટે રૂ. 349 કરો ત્યારે તમારા આગામી રિચાર્જ પર 50 રૂપિયા છૂટ આપે છે. 50 રૂપિયાના કેશબેક એરટેલ પેમેન્ટ બેન્કના એકાઉન્ટમાં આવવું. આ ઓફરનો લાભ તમે મહિનામાં એકવાર જ લઈ શકો છો જો તમે આ મહિનો 349 રીચાર્જ આ મહિને કરી શકો છો કેશબેકના લાભ તમને આગામી મહિનો મળશે

એરટેલના 349 રૂપિયાની યોજનામાં યુઝર્સને દરરોજ 1 જીબી ડેટાનું હિસબ 28 દિવસ 28 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ પણ સુવિધા છે ગ્રાહકોને દર અઠવાડિયે 1,000 મિનિટ કૉલ કરવા માટે મળે છે. આ લિમિટ પર પૂરો થયા પછી એરટેલ નેટવર્ક પર 10 પૈસા પ્રતિ મિનિટ અને અન્ય નેટવર્ક પર 30 પૈસા પ્રતિ મિનિટ લાગે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.