ભારતી એરટેલ દિવાળી પહેલા 4 G સ્માર્ટફોન લોન્ચ કરવા માટે હેન્ડસેટ કંપનીઓના સંપર્કમાં છે. આ ફોનની કિંમત માત્ર રૂ.૨,૫૦૦ હશે. આ ઉપરાંત આ ફોનને ડેટા અને વોઇસ મિનિટ્સ સાથે બંડલ કરી શકાશે.
એરટેલને આનાથી જીયો રિલાયંસ સમક્ષ અવરોધ ઉભુ કરવામાં મદદ મળશે. ફોનને એરટેલ અને હેંડસેટ કંપની બંને મળીને પ્રમોટ કરશે.
સુત્રો અનુસાર એરટેલ રૂ.૨૫૦૦ની કિંમતે સ્માર્ટફોન લાવવા માટે કેટલી હેંડસેટ કં૫નીઓ સાથે વાતચીત કરી રહ્યું છે.
આ ફોનની સ્ક્રિન મોટી હશે આ સિવાય સારો કેમેરા અને બેટરી પરફોર્મન્સ જેવા સારા ફીચર હશે.
જિયોને આપશે ટક્કર…
ડેટા કસ્ટમર્સની જંગમાં જિયો અને એરટેલની નજર હવે ૫૦ કરોડ ફીચર ફોન યુઝર્સ પર છે. આ લોકો ફોનનો ઉપયોગ ખાસ વોઇ કોલ માટે જ કરે છે. તેઓ મોંઘા સ્માર્ટફોન ખરીદવાની સ્થિતિમાં હોતા નથી.