અમેરિકા-બ્રિટન, જાપાન અને વિશ્ર્વના પશ્ર્ચિમી દેશોમાં ખાનગી વિમામોની ઉંડાઉડ અને આંતરીક પરિવહનમાં હવાઇ મુસાફરી સામાન્ય બની છે તેવી જ રીતે ભારતમાં પણ આવનાર દિવસોમાં બસ અને મોટરની જેમ વિમાનો ઉંડતા થાય તેવા દિવસો હવે દૂર નથી. લોકસભામાં ગુરૂવારે એરપોર્ટ ઇકોનોમીક રેગ્યુલેટરી ઓથોરેટી ઓફ ઇન્ડિયાનો સુધારા વિધયક કોઇ પણ પ્રકારની ચર્ચા વિરોધ વગર પ્રસાર કરવામાં આવ્યો હતો.

સંસદમાં નાના વિમાન મથકો વિકસાવવા માટેના કાયદાને બહાલી

નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વિકાસની પાંખો મળશે, એર ટ્રાફિક વધારી અર્થતંત્રને વેગ અપાશે

આ વિધયકમાં મોટા અને નાના વિમાન મથકોની વ્યાખ્યા સ્પષ્ટ કરીને પ્રાદેશિક વિમાન મથકોને પ્રોત્સાહન આપવાની હિમાયત કરવામાં આવી છે. પ્રાદેશિક ધોરણે નાના વિમાન મથકોના વિકાસ માટે સરકાર દ્વારા ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર સર્વાંગી વિકાસ માટે કટીબદ્વ બની છે.

સામાન્ય માણસ પણ હવાઇ મુસાફરી સારી રીતે કરી શકે તે માટે હવે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વિકાસની નવી પાંખો મળશે. સરકારે ગરીબ, ખેત મજૂર અને દેશના ખેડૂતની જેમ તમામનો વિકાસ થાય તે માટે કમર કસી છે. દરેક સૂત્રો સાકાર થઇ રહ્યાં છે. દેશમાં બીજા અને ત્રીજા દરજ્જાના શહેરો અને નગરો-મહાનગરોમાં વિમાન મથકોનો વિકાસ થાય તે માટે સરકારે કાયદો લોકસભામાં પ્રસાર કર્યો છે. આવનાર દિવસોમાં આંતરરાજ્ય વિમાન સેવાના બદલે આંતર જિલ્લા વિમાન સેવાનો પણ પ્રચાર-પ્રસાર અને ઉપયોગ વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.