પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન તરફથી સીમા પર સતત સીઝફાયર કરવામાં આવી રહ્યું છે. હુમલા પછી થી જ પાકિસ્તાન તરફથી એલઓસી પર ગોળીબાર દરમિયાન પાકિસ્તાની લડાકૂ વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું અને સીમામાં તેમને 2 વિમાન ઘૂસી ગયા હતા. પાકિસ્તાનીન આ હરકત પછી જમ્મુ-કાશ્મીરના એરપોર્ટ પર દરેક ઉડાન રદ કરી દેવામાં આવી છે.
રાજ્યના લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાણકોટના એરપોર્ટને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. ઘણાં ઈકોનોમિક વિમાનોની ઉડાન પણ રદ કરી દેવામાં આવી છે. ભારતીય એરપોર્ટ ઓથોરિટી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મરી સિવાય પંજાબ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
પાકિસ્તાની જેટ ફાઈટર વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરીને લાઈન ઓફ કંટ્રોલ પાસે 4 જગ્યાએ પેલોડ પાડ્યાં છે. ભારતીય વાયુસેનાની ગતિવિધિઓના કારણે શ્રીનગર એરપોર્ટ પરના ઈકોનોમિક ઉડાન પણ રદ કરી દેવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય નાગરિકો માટે રનવે આગામી 3 કલાક સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.