સરકાર બુધવારે જાહેર કરશે કોરોના લોકડાઉનના માર્ગદર્શક સૂચનો
દેશભરમાં ૩ મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે લોકડાઉનના આ સમયગાળા દરમિયાન પણ વિમાની અને ટ્રેન સેવા બધ રાખવા નિર્ણય કરાયો છે.
સરકારે લોકડાઉનનો સમય પૂરો થાય એ પહેલા જ લોકડાઉન લંબાવવા અંગે સંકેત આપી જ દીધા હતા અને આજે સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી આજની જાહેરાત અગાઉ કેટલીક રાહતો જાહેર કરાય તેવી આશા હતી પણ સહાયની કોઈ જાહેરાત થઈ નથી.
વડાપ્રધાન મોદીની લોકડાઉન લંબાવવાની જાહેરાત બાદ રેલવેએ જણાવ્યું છે કે ૩ મે સુધી દેશની તમામ મુસાફર ટ્રેનો બંધ રહેશે મેટ્રો સેવા પણ પહેલાની જેમ જ બંધ રહેશે
ઉપરાંત આ લોકડાઉન દરમિયાન પણ વિમાની સેવા બંધ રહેશે દેશની અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા ૩ મેના ૧૧.૫૯ કલાક સુધી બંધ રહેશે.
બસો અંગે કોઈ સતાવાર જાહેરાત કરાઈ નથી પણ તે રીતે વડપ્રધાન મોદી દરેક રાજય જિલ્લા પર નજર રાખી રહ્યા છે. તે જોતા એસટીબસ સેવા પણ શરૂ થાય તેવા કોઈ ચિન્હો જણાતા નથી.
વડાપ્રધાન પોતાના દેશને કરેલા સંબોધનમાં વધારાયેલા લોકડાઉન દરમિયાન કેટલીક રાહતો છૂટ આપવાની જાહેરાત કરી હતી અને એ અંગે બુધવારે સરકાર દ્વારા માર્ગદર્શન સુચનાઓ જાહેર કરાશે તેમ જણાવ્યુંહતુ હાલના ૨૧ દિવસના લોકડાઉન જેવું જ ૩ મે સુધી લોકડાઉન ચાલુ રખાશે તેમાં પણ ૨૦ એપ્રીલ સુધી એક અવાડીયું વધુ ચોકસાઈ રાખવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.