કાશ્મીરમાં થાળે પડી રહેલી સ્થિતિને હરામીઓ બગાડે નહીં તે માટે મોદી સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ને હટાવીને મોદી સરકારે તેને બે ભાગોમાં વહેંચીને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા છે. ખાસ કરીને કાશ્મીરમાં આ નિર્ણયના આકરા પ્રત્યાઘાતો મળવાની સંભાવના વ્યકત થઈ હતી. જેથી મોદી સરકારે આ નિર્ણય લેતા પહેલા મોટી માત્રામાં સુરક્ષા જવાનોને કાશ્મીરના ખુણે-ખુણે તૈનાત કરી દીધા હતા. ઉપરાંત સેંકડોની સંખ્યામાં અલગાવવાદી નેતાઓની ધરપકડ કરી હતી. કાશ્મીરમાં સ્થિતિ થાળે પડી રહી છે. ત્યારે જેલમાં રખાયેલા ૨૫ અલગાવવાદી નેતાઓને એરલીફટ કરી રાતો રાત આગ્રામાં ધકેલી દેવામાં આવ્યા છે.
ગુરુવારે લગભગ ૨૫ અલગાવવાદીઓના જૂથને શ્રીનગરથી આગ્રા ખસેડવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ જૂથમાં મુખ્યત્વે સંભવિત પથ્થરમારો શામેલ છે જેઓ મુશ્કેલીઓ ઉભી કરવાનો ઇતિહાસ ધરાવે છે. તેમના પર કાશ્મીર ખીણમાં અલગતાવાદી જૂથોના સક્રિય સભ્યો હોવાનો આરોપ પણ છે.
આવા અલગાવવાદીઓને રાતો રાત ખાસ આઈએએફ વિમાનમાં ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવ્યા હતા અને આગ્રા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.
રાજ્યને વિશેષ દરજ્જો આપવાની બંધારણીય જોગવાઇઓ રદ કરવામાં આવી હતી અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા બાદ સરકારે જમ્મુ-કાશ્મીરમાં કડક પ્રતિબંધો લગાવ્યા છે.