પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ એરપોર્ટ પર પહોચ્યા, ફાયર ફાયટરથી પાણીનો મારો ચલાવ્યો
આંતકવાદ પ્રવૃતિને ધ્યાને રાખી એરપોર્ટ ખાતે વર્ષમાં ત્રણ વખત યોજાતી મોકડ્રીલના ભાગ ‚પે સવારે વિમાન ક્રેશ થયાની મોકડ્રીલ રાખવામાં આવી હતી. સવારે ૧૦ વાગે શહેરભરની પોલીસ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ સહિતનો સ્ટાફ એરપોર્ટ ખાતે દોડી ગયા હતા અને અડધો કલાકના ડ્રામા બાદ મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર નિરજકાંતે સવારે દસને પાંચ મિનીટે પોલીસ કંટ્રોલ‚મમાં ફોન કરી .૭૩૭ ફલાઇટ ક્રેશ થયાનું જાહેર કરતા પોલીસ કંટ્રોલ ‚મના ઇન્ચાર્જ જીવણભાઇ સહિતના સ્ટાફે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત સહિતના ઉચ્ચ અધિકારીઓને વિમાન ક્રેશ થયાની જાણ કરી હતી.પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે તાત્કાલિક તમામ પોલીસ સ્ટાફને એરપોર્ટ ખાતે પહોચવા આદેશ કરતા ક્રાઇમ બ્રાન્ચ પી.એસ.આઇ. કાનમિયા, એસઓજી પી.આઇ. કે.કે.ઝાલા, ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ સહિતનો સ્ટાફ એરપોર્ટ ખાતે પહોચી ગયા હતા.ફાયર બ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાયટર અને એમ્બ્યુલશન સાથે એરપોર્ટ પહોચી અડધો કલાક પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન પોલીસ સ્ટાફ એરપોર્ટ ખાતે પોઝીશન લઇ તહેનાત રહ્યો હતો. અડધો કલાક બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોકડ્રીલ હોવાનું જાહેર કર્યુ હતુ.