ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની અસર બાકી કંપનીઓ પર પણ પડી છે અને બીજી કંપનીઓ સસ્તા ટેરિફ પ્લાન આપી રહી છે આ દોડમાં વોડાફોન, આઇડિયા બાદ હવે એરસેલ પણ ઉમેરાયો છે. એરસેલે પોતાના ગ્રાહોકોને લોભાવવા ત્રણ નવા પ્લાન જાહેર કર્યા છે.
એરસેલનના ત્રણ નવા પ્રીપ્રેડ પ્લાન 88 રૂપિયા, 104 રૂપિયા તથા 199 રૂપિયાન છે. જેમાં ગ્રાહકો તેના આઉટલેટ પર જઈને રિચાર્જ કરાવી શકે છે.
88 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 1જીબી ડેટા દરરોજ અને અનલિમિટેડ કોલ મળશે. આ પ્લાનની વેલિડિટી 7 દિવસની રહેશે. અને અનલિમિટેડ કોલ લોકલ તથા એસડીટી બંને પર સુવિધા મળશે.
તે ઉપરાંત કંપનીએ 199રૂપિયાના પ્લાનમાં કસ્ટમરને રોજ 1 જીબી અને અનલિમિટેડ લોકલ એસડીડી કોલ મળશે અહીંયા ખાસ વાત એ છે કે આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. અને તે પ્લાનમાં તમને 28 જીબી ડેટા મળશે.
અને 104 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકને રિચાર્જ કરાવવા માટે આખા વર્ષ માટે માત્ર 20 પૈસા પ્રતિ મિનિટ માટે કોલ સેવા આપાવમાં આવશે.
તો 349 રૂપિયાના પ્લાનમાં એરસેલ 84 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની ઓફર આપી રહ્યા છે. આ પ્લાનમાં વોઇસ કોલ માટે 300 મિનિટ પ્રતિદિન અને 1200 મિનિટ એક અઠવાડિયાની લિમિટ રાખવામાં આવી છે.