વિમાન બળતણના ભાવમાં એક માસમાં બીજો મોટો ઘટાડો

સબસિડી વગરના રાંધણ ગેસમાં રૂ.૫૩ ઘટયા

કોરોના વાયરસના કહેરથી આંતર રાષ્ટ્રીય  બજારમાં તેલની કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે દેશમાં આગામી સમયમાં ઘટાડો થવાનો છે. વિમાન બળતણના ભાવમાં એક જ માસમાં બીજો મોટો ૧૦ ટકાના ઘટાડો થયો છે.

સાથે સાથે સબસીડી વગરના રાંધણ ગેસના બાટલાના ભાવમાં પણ રૂ ૫૩ નો ઘટાડો થયો છે. ગત માસમાં આવા બાટલાની કિંમતમાં રૂ ૧૪૪.૫૦ નો વધારો થયો હતો.

વિમાન બળતણ (એટીએફ) ના ભાવમાં ૧ કિલો લીટરે રૂ ૬૫૯૦.૬૨ નો (૧૦ ટકાનો) ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં ૧ કિલો લીટરનો ભાવ રૂા ૫૬૮૫૯ છે. એક માસમાં આ બીજો સૌથી મોટો ઘટાડો થયો છે. ૧ ફેબ્રુઆરીમાં એટીએફમાં રૂા ૮૭૪.૧૩ નો ઘટાડો થયો હતો.

2.banna

સબસીડી વગરના ૧૪.૨ કિલોના રાંધણ ગેસના ભાવ રૂ ૮૫૮.૫૦ હતો તે ઘટાડીને રૂ ૮૦૫.૫૦ કરાયા છે. વર્ષ દરમિયાન ૧૪.૨ કિલો ના સબસીડી વાળા ૧૨ બાટલા આપવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટતા સરકારની સબસીડી પણ ઘટાડો થશે હવે બાટલા દીઠ રૂ ૨૪૦ સબસીડી મળશે.

અત્રે એ યાદ આપીએ કે દેશભરમાં રાંધણ ગેસના બાટલા બજાર ભાવે જ મળે છે. જે લોકો સબસીડી મેળવવા પાત્ર છે. તેણે બજાર ભાવે જ બાટલો ખરીદવો પડે છે. અને બાટલાની સબસીડી જે તે વ્યકિતના બેંક ખાતામાં જ જમા થાય છે.

વ્યાપારી ઉપયોગમાં વપરાતા ૧૯ કિલોગ્રામ ગેસના બાટલાનો ભાવ રૂ ૧૪૬૬ માંથી રૂ ૧૩૮૧.૫૦ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.