કોરોના કાળમાં દેશમાં તમામ વસ્તુઓના ભાવમાં વધોર થઈ રહ્યો છે. ત્યારે ફરી હવાઈ મુસાફરી મોંઘી થઈ ગઈ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનમાં 80 ટકા મુસાફરોની મર્યાદા રાખવામાં આવી છે, પરંતુ ઇંધણના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને લઘુતમ ભાડામાં 5 ટકાનો વધારો કર્યો છે.
80% બુંકિંગ પરંતુ ભાડામાં વધારો
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપ સિંહ પુરીએ એક ટ્વીટમાં લખ્યું કે,રાજ્યોમાં કોવિડ પ્રતિબંધના કારણે પાછાલા કેટલાક દિવસોમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે, તેથી અમે 80% ટિકિટ બુકિંગ મર્યાદા ચાલુ રાખી છે.
વધુમાં જણાવ્યું હતું કે, અમે સૌથી વધુ ભાડામાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ ન્યૂનતમ ભાડામાં 5 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. મંત્રીએ કહ્યું કે જ્યારે મહિનામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ મુસાફરોની સંખ્યા 3.5 લાખ હશે, ત્યારે 100 ટકા બુકિંગને મંજૂરી આપવામાં આવશે. ઘરેલું હવાઈ મુસાફરોની સંખ્યા સતત સાતમા મહિનામાં ત્રણ લાખથી ઓછી છે.
એક મહીનામાં ટ્રેન,પ્લેનની મુસાફરી મોંઘી
મહિનામાં આ બીજી વખત છે જ્યારે સરકારે હવાઈ મુસાફરી મોંઘી કરી છે. ગયા મહિને સરકારે લઘુતમ અને સૌથી વધુ ભાડામાં 10-30 ટકાનો વધારો કર્યો હતો. ફેબ્રુઆરીમાં સરકારે 90-120 મિનિટની મુસાફરીમાં ઓછામાં ઓછું ભાડુ 3500 થી વધારીને 3900 કરવાની મંજૂરી આપી હતી. આવી જ રીતે મહત્તમ ભાડુ 10 હજારથી વધારીને 13 હજાર કરવામાં આવ્યું હતું. પાછાલા મહિને જ સરકારે ટૂંકા અંતરની ટ્રેનોનું ભાડુ પણ વધારો કર્યો હતો. સરકારે લોકલ ટ્રેનોના ભાડા બમણા કર્યા છે.