પુલવામા હુમલા બાદ લોકોમાં હતો રોષ જયારે હવે લોકોમાં જોશ
પુલવામા થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા ૪૪ જવાનોની શહિદી એળે ન જાય તે માટે ભારત સરકાર દ્વારા આજે એક વિશેષ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેમાં ૩૦૦ થી વધુ આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. વાત કરવામાં આવે તો આ એર સ્ટ્રાઈકથી જૈસ એ મહમદ, હિઝબુલ મુઝાહુદ્દીન જેવા આતંકી સંગઠનોના લોન્ચ પેડને એર સ્ટ્રાઈક મારફતે તેને ઉડાવી દેવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર દેશ આખામાં કેન્દ્ર સરકાર અને એરફોર્સ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને આવકારવામાં આવી હતી. જેમાં વિરોધ પક્ષ દિલ્હી સરકાર સહિતના અનેકવિધ લોકો, અનેકવિધ સંસ્થાઓ આ કાર્યવાહીને આવકારી હતી ત્યારે રાજકોટ ખાતે એનસીસી કેમ્પના બ્રિગેડીયર અજીતસિંહે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે જે જવાબ એર સ્ટ્રાઈક મારફતે આપવામાં આવ્યો છે તે મુહતોડ જવાબ કહી શકાય કારણ કે, પુલવામા હુમલામાં શહિદ થયેલા જવાનોની શહિદી એળે ન જાય તે માટે જે એર સ્ટ્રાઈક કરવામાં આવી તે ખુબજ મહત્વપૂર્ણ અને આવશ્યક હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પહેલા એટલે કે, પુલવામા હુમલામાં બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરંતુ એર સ્ટ્રાઈક બાદ લોકોમાં જોશ જોવા મળી રહ્યો છે. આ એર સ્ટ્રાઈકને કોઈપણ રીતે કવાન્ટીબલ ન કરી શકાય પરંતુ આ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનને બખુબી રીતે ખબર પડી ગઈ છે કે, ભારત કોઈપણ સમયે કોઈપણ સ્થળે અનેક ગમે તે રીતે દુશ્મનો ઉપર હુમલો કરવા ભારત દેશ સજ્જ છે જે એર સ્ટ્રાઈક સ્વરૂપે ભારતીય એરફોર્સે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
અંતમાં બ્રિગેડીયર અજીતસિંહે વિગત આપતા જણાવ્યું હતું કે, મારો માત્ર એક જ સંદેશ છે કે, ભારત દેશ માટે લોકો એટલે કે આજના નવયુવાનો દેશ માટે કાંઈ પણ કરી શકવા સક્ષમ હોવા જોઈએ અને તે માટે નવયુવાનોએ એનસીસી જોઈન્ટ કરવું જોઈએ.