હવે એ દિવસો દૂર નથી જયારે રીક્ષા રોડ પર નહીં પણ હવાઈ માર્ગ હશે
નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ છાત્રોને સંબોધન કરતા જણાવ્યું હતુ કે ગીચ વિસ્તારના ટ્રાફીકની ઝંઝટમાંથી મૂકિત મેળવવા ‘હવાઈ રીક્ષા’ ઉડાડાશે !!!
તેમણે છાત્રોને સંબોધન કરતા આગળ જણાવ્યું હતુકે આને પેસેન્જર ડ્રોન નામ આપી શકાય આના માટે નિયમાવલી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમણે આઈઆઈટી મુંબઈના છાત્રોને પણ સંબોધન કર્યું ત્યારે પેસેન્જર ડ્રોનની વાત કરી હતી. તેમણે કહ્યું કે ઈંધણકયુકત વાહનોના પ્રદૂષણમાંથી મૂકિત મેળવવા જેમ સરકાર ઈ-વ્હીલ એટલે કે માત્રને માત્ર બેટરીથી જ ચાલતા વાહનો ચલાવવા કટીબધ્ધ છે તેમ હવે ટ્રાફીકની ગીચતાથીક મૂકિત મેળવવા ‘હવાઈ રીક્ષા’ ઉડાડાશે !!!
તેમણે કહ્યું હતુ કે હવાઈ રીક્ષાના પ્રોજેકટ માટે સરકારને તમારા જેવા ટેકનોલોજીનાં નિષ્ણાંત એવા યુવા ધનના સહકારની જરૂર છે. હવે આ દિવસ દૂર નથી. તમે આ કામ કરી શકો છો કેમકે તેના જાણકાર છો.
તેમણે ઈ-વ્હીકલ અંગે જણાવ્યું હતુ કે આપણે આજે રૂટ વ્હીલરના સૌથી મોટા નિકાસકાર છીએ આપણે ઈ-કારમાં પણ નિકાસમાં નં. ૧ બની શકીએ. બસ, નિર્ધાર કરીને તેનોઅમલ કરવાની જ વાત છે. તેમણે આમ કહીને આઈઆઈટી -બીના છાત્રોનો ઉત્સાહ વધાર્યો હતો. કહ્યું કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. અને ટેકનોલોજીએ વિકાસનો પાયો છે તેજ તેનું ફાઉન્ડેશન છે. એટલે જ આપણે કોઈનાથી ટેકનોલોજીમાં પાછળ રહેવા નથી માગતા