એર માર્શલ એચ.એસ. અરોરા એવીએસએમ એડીસી એર ઓફીસર કમાન્ડિંગ-ઈન-ચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (સ્વાક)એ એર ફોર્સ સ્ટેશન, વડોદરાની મુલાકાત લીધી હતી તેમની સાથે બલજીત અરોરા પ્રેસીડન્ટ (રિજનલ) જોડાયા હતા. તેમનું સ્વાગત અને કોમોડોર આઈઆઈ ફૂટટપ્પા વીએમ વીએસએમ, એર ઓફીસર કમાન્ડિંગ એર ફોર્સ સ્ટેશન વડોદરા અને વસુંધરા કટ્ટપ્પા, પ્રેસિડન્ટ એ કર્યું હતુ.
આગમન પર એર માર્શલે સ્ટેશન દ્વારા ગાર્ડ ઓફ ઓનર મેળવ્યું હતુ અને સ્ટેશનની ચાલુ કામગીરીની જાણકારી ટુંકમાં મેળવી હતી એર માર્શલે સ્ટેશન પર કાર્યરત અધિકારીઓને સંબોધન કર્યું હતુ અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં ટોચના એર બેઝ દ્વારા ભજવવામાં આવતી ભૂમીકાની પ્રસંશા કરી હતી તેમણે એર ફોર્સનાં અધિકારીઓની સતત સારૂકામ કરવા બદલ અને હંમેશા સતર્ક રહેવા બદલ પ્રશંસા કરી હતી.
બલજીત અરોરા એર ફોર્સનાં કર્મચારીઓનાં પરિવારજનો માટે હાથ ધરવામાં આવેલા કલ્યાણકારક પગલાઓ પર ખૂશી જાહેર કરી હતી તેમણે દરજીપુરા અને મકરપુરામાં એર ફોર્સ સ્કુલની પણ મુલાકાત લીધી તથા તેના સંચાલનની રીતની પ્રશંસા કરી હતી.
એર ફોર્સ સ્ટેશન, વડોદરા પરવિવિધ સ્થાનોની મુલાકાત લેવા ઉપરાંત બલજીત અરોરાએ મકરપુરામાં અનાથાશ્રમ મિશનરીઝ ઓફ ચેરીટીની પણ મુલાકાત લીધી હતી અને નિવાસી બાળકોનાં જીવનધોરણને સુધારવાક માટે ઉપયોગી ચીજ વસ્તુઓની પ્રદાન કરી હતી.