400થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સ ઉમેરવાની યોજના
નેશનલ ન્યૂઝ
ટાટા ગ્રુપ એરલાઈનઃ ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાને ટેકઓવર કર્યા બાદ એરલાઈનને સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. હવે એરલાઈન્સ આગામી છ મહિનામાં 30થી વધુ નવા એરક્રાફ્ટ લાવી રહી છે.
આ સિવાય એરલાઈન્સ સાપ્તાહિક 400 ફ્લાઈટ્સ ઉમેરવાની પણ યોજના ધરાવે છે. એરલાઇન દેશની બહાર ચાર નવી જગ્યાઓ માટે ફ્લાઇટ શરૂ કરી શકે છે. ટાટા ગ્રૂપની એરલાઇન હાલના નેટવર્ક અને ફ્લીટના વિસ્તરણ પર કામ કરી રહી છે.
400થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સ ઉમેરવાની યોજના
એરલાઈન્સ તરફથી માહિતી આપતાં જણાવાયું હતું કે ઉત્તર અમેરિકા, યુરોપ અને દક્ષિણ એશિયામાં આંતરરાષ્ટ્રીય વિસ્તરણ કરવાની યોજના છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે શિયાળુ કાર્યક્રમના ભાગ રૂપે, એરલાઈન માર્ચ 2024 સુધીમાં તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં 400 થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સ ઉમેરવા માંગે છે. શિયાળાનો કાર્યક્રમ આવતા વર્ષે 29 ઓક્ટોબરથી 30 માર્ચ સુધી લાગુ રહેશે.
આગામી છ મહિનામાં નવા એરક્રાફ્ટના પ્રસ્તાવિત આગમનના આધારે, એર ઈન્ડિયાએ ઘણા સ્થાનિક રૂટ પર 200 થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સ શરૂ કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. કંપની આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર 200 થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સ શરૂ કરશે. આમાં 80 થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સ પહેલેથી જ ઉમેરવામાં આવી છે.
માર્ચ 2024 સુધીમાં એર ઈન્ડિયાના કાફલામાં 30થી વધુ મોટા કદના એરક્રાફ્ટ સામેલ થવાની અપેક્ષા છે. કાફલામાં છ A350, ચાર B777 અને 20 A320neoનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયાએ આ વર્ષે એર બસ અને બોઈંગ પાસેથી 470 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો.