એર ઈન્ડિયાનું ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ બુધવારે મોડી રાતે તુર્કીના હેકર્સે હેક કર્યુ હતુ. જો કે સવાર સુધીમાં આ અંગે યોગ્ય પગલા લેવાયા હતા અને એકાઉન્ટને સુરક્ષીત કરી દેવામાં આવ્યુ હતુ.

એર ઈન્ડિયાના પેજને તુર્કીશ સાઈબર આર્મી આયિલદિઝ ટીમ નામના હેકર્સ ગ્રુપે હેક કર્યુ હતું. તેમણે પેજ હેક કરીને પહેલી પોસ્ટ એ કરી હતી કે તમારું એકાઉન્ટ તુર્કિશ સાઈબર આર્મી આયિલદિઝ ટીમે હેક કર્યુ છે અને તમારો જરૂરી ડેટા અમારા કબજા માં છે.


ત્યારબાદ અન્ય એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે જરૂરી જાહેરાત- (એર ઈન્ડિયા)ની તમામ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. હવેથી અમે ફક્ત તુર્કિશ એરલાઈન્સ દ્વારા જ ઉડાણ ભરીશું. એક અન્ય પોસ્ટમાં તુર્કીના ઝંડા આગળ બંદૂક લઈને ઊભેલો આતંકી દર્શાવવામાં આવ્યો. જે હેકર્સે એર ઈન્ડિયાનું એકાઉન્ટ હેક કર્યુ હતું તેઓ પોતાને તુર્કિશ સાઈબર આર્મી ગણાવે છે.

 

air-india
air-india

એટલું જ નહીં તેઓ જે પણ પેજ હેક કરે છે તેનો સ્ક્રિનશોટ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. એકાઉન્ટ હેક થતાની સાથે જ એર ઈન્ડિયાના પેજથી વેરિફાઈડ એકાઉન્ટનો બ્લ્યુ ટિક માર્ક પણ હ ટાવવામાં આવ્યો. હકીકતમાં જ્યારે પણ વેરિફાઈડ એકાઉન્ટનો યૂઝર બદલાઈ જાય છે ત્યારે થોડા સમય બાદ આવા એકાઉન્ટથી ટ્વિટર વેરિફિકેશનનો માર્ક હટાવી દે છે. આમ થયા બાદ યૂઝરે ફરીથી ટ્વિટરને પોતાના ડોક્યુમેન્ટ સબમિટ કરીને જણાવવાનું હોય છે કે એકાઉન્ટ યોગ્ય યૂઝરના હાથમાં છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.