એર ઈન્ડિયા ઈકોનોમી ક્લાસની મુસાફરીમાં માંસાહારી ભોજન પીરસવાનું બંધ કરી માત્ર શાકાહારી વ્યંજનો પીરસવાનો નિર્ણય લીધો છે. આ ફેંસલાથી એર ઈન્ડિયાને રૂ. 10 કરોડની બચત થવાની અપેક્ષા સેવાઇ રહી છે.
એર ઈન્ડિયા દ્વારા આ નિર્ણય ગ્રાહકોની માંગના અનુસંધાને જ કરાયો હોવાની દલીલ અધિકારીઓ કરી રહ્યા છે. અલબત નાણાની બચતને ધ્યાનમાં રાખી માંસાહાર ન પીરસવાનો ફેંસલો એર ઈન્ડિયાને નુકશાન કરાવે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હવેથી 90 મિનિટથી ઓછા સમયની હવાઈ યાત્રા દરમિયાન માત્ર શાકાહાર જ પીરસવામાં આવશે.