ઉંદરની દવા છંટકાવ કરવામાં ૬ કલાકનો સમય લાગ્યો?
નવીદિલ્હી
રવિવારના રોજ ૨૦૦થી વધુ મુસાફરોને લઈને સનફ્રાન્સિસ્કો જવાવાળુ એર ઈન્ડિયાના એક વિમાનમાં વણજોઈતા મહેમાન તરીકે એક ઉંદર ઘુસી આવ્યો હતો. દુનિયાના સૌથી લાંબા અંતરના ઉડાણમાંથી એક ઉંડાણ વખતે આ ઘટના બાદ એર ઈન્ડિયાએ વિમાનમાં દવાનો છંટકાવ કર્યો હતો. પરંતુ આ કારણથી એર ઈન્ડિયાની ફલાઈટ ૯ કલાક મોડી ઉડી હતી ?
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે જયારે રવિવારે સવારે વિમાનને એકબાજુ લઈ જવામાં આવી રહ્યું હતું. ત્યારે જ તેમાં એક ઉંદર સામે જોવામાં આવતા ફલાઈટને રોકી દેવાની ફરજ પડી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિમાનમાં ઈકોનોમી કલાસના ૧૭૩ અને બિઝનેસ કલાસના ૩૪ યાત્રિઓ હતા તેને પાર્કિંગ સ્થળ પર લઈ જવામાં આવ્યું અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો. આ પ્રક્રિયા છ કલાક સુધી ચાલી. મુશ્કેલી ત્યારે વધી કે જયારે તેની વચ્ચે પાઈલોટની ડયુટી સમાપ્ત થઈ ગઈ અને એર ઈન્ડિયાએ નવા પાઈલોટ જૂથને લાવવું પડયું. આ કામમાં બીજા ત્રણ-ચાર કલાક લાગી ગયા. આ રીતે ઉડાન ભરવામાં ૯ કલાકથી પણ વધારે સમય થઈ ગયો. આ પહેલા પણ એર ઈન્ડિયામાં ઉડાન માટે ઉંદરના કારણો કે અન્ય કારણોથી ફલાઈટ મોડી પડી હોવાના કારણો ચર્ચાતા આવ્યા છે.