-
વોલ્વો બસમાં ફાયટર પ્લેન જેવું મોર્ડલ ઉભું કરાયું :ચાર દિવસીય ચાલનાર પ્રદર્શન કાલે એમ.એન.વિરાણી કોલેજ ખાતે યોજાશે
-
વાયુસેનામાં રહેલી કારકિર્દીની તકો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ૧૫ જવાનોનું આગમન
રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ એન.એફ.ડી.ડી.હોલ ખાતે વાયુસેનામાં અધિકારી તરીકે જોડાવવા વિદ્યાર્થીઓને પ્રેરણા‚પ ભારતીય વાયુ સેનાનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એરફોર્સ દ્વારા આધુનિક વિમાનના મોડેલ સાથે વાયુસેના ક્ષેત્રે કારકિર્દીની ઉજવળ તક ઉભી કરવા માટે વાયુ સેનામાં ભરતી થવા ભારતીય વાયુ સેનાની ૧૫ નૌજવાન ટીમે જુદી જુદી શાળા કોલેજના લગભગ ૭૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોને માર્ગદર્શન પુરુ પાડયું હતું.
આજે સવારે ૯ વાગ્યાથી યુનિવર્સિટી ખાતે વોલ્વો એરક્રાફટ બસમાં વિવિધ મોડેલ, હેલીકોપ્ટર વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા સાથે કોકપીટ ઉપર બેસીને વિમાન કઈ રીતે ફલાઈટીંગ કરે છે તેની અનુભૂતિ પણ કોમ્પ્યુટરની મદદથી લીધી. અંદાજે ૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી વોલ્વો બસમાં રડાર કેવી રીતે કામ કરે છે તેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.આ વોલ્વો બસ આવતીકાલે વિરાણી કોલેજ ખાતે, ૭મી માર્ચે ક્રાઈસ્ટ કોલેજ અને ૮મી માર્ચે એચ.એન.શુકલ કોલેજ ખાતે નિર્દશન યોજવામાં આવશે.
શારીરિક દ્રષ્ટીએ ઉમેદવારની ક્ષમતા કયા પ્રકારની હોવી જોઈએ ? એરફોર્સમાં જોડાવાથી દેશના રક્ષણની સાથો સાથ વ્યકિતગત બીજા કયા આર્થિક લાભો મળી શકે તેનું પણ માર્ગદર્શન વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર સંગીતા કઠીતાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય વાયુ દળ તરફથી અમે અવેરનેસ ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ. આ ડ્રાઈવ અમે જાન્યુઆરી માસથી શ‚ કરી હતી. આ માટે ગુજરાત અને રાજસ્થાનમાં વાયુદળની પ્રદર્શન બસ ચલાવી રહ્યા છીએ. જુદી જુદી કોલેજમાં જઈ વિદ્યાર્થીઓને વાયુદળમાં જોડાવા પ્રેરણા આપી છીએ. આ ઉપરાંત એરફોર્સને લઈ વિદ્યાર્થીઓના મનમાં કોઈ પ્રશ્ર્ન હોય તેના પણ અમે ઉતર આપીએ છીએ. આ સિવાય પ્રદર્શનમાં એક વોલ્વો બસ રાખી છે. જેને ઈન્ડકશન પબ્લીસીટી એકઝીબીશન વિહિકલ નામ આપ્યું છે.
બસમાં એક ફલાઈટ સીમ્યુલેટર છે. જેમાં ફાઈટર પાયલેટ વિમાનને ચલાવે છે. તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલના બાળકો વાયુ સેનામાં જોડાય તો દેશની સેવાની સાથો સાથ વિદ્યાર્થીને એવી લાઈફ સ્ટાઈલ મળે છે કે જેનાથી વિદ્યાર્થી કંઈક કરી શકે અને જો વિદ્યાર્થી પણ વાયુસેનામાં જોડાવવા તૈયાર હોય તો તેને પુરતુ માર્ગદર્શન આપીએ છીએ. ખાસ તો આ ડ્રાઈવ બાળકોને જાગૃત કરવા માટેની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી નિખીલ વસોયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મારી ઈચ્છા વાયુસેનામાં જોડાવાની છે કેમ કે હાલમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે લોકોને વ્હાઈટ કોલર જોબ, ઈજનેર, ડોકટર, શિક્ષક બનવા તરફ આગળ વધ્યા છે. ખાસ તો વાયુ દળમાં સ્ટાઈફ ન મળે છે તે વ્હાઈટ કોલર જોબ કરતા ખુબ સારો છે. ટ્રેનિંગમાં સ્ટાઈફન આપે સાથો સાથ પ્રકૃતિનો શોખ ધરાવતા તેના માટે ઉતમ તક છે અને વાયુ સેનામાં જોડાવાથી દેશને પણ આપણે મદદ‚પ થઈ શકીએ છીએ.
સાધુ વાસવાણી ગર્લ્સ સ્કૂલના શિક્ષિકા દક્ષા જાનીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓને લઈને યુનિવર્સિટીમાં યોજાયેલા ભારતીય વાયુ દળ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી છું. પ્રદર્શન જોઈને બાળકોને ખુબ જ મજા આવી. વોલ્વો બસમાં ભારતીય વાયુ સેના કઈ રીતે કામ કરે છે તેની માહિતી મેળવી સાથો સાથ પાયલોટીંગ કરાવ્યું. સાથે વાયુદળમાં જોડાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.