ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લેહરે કાળો કેર મચાવતા ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે. ત્યારે ઓક્સિજનનું પરિવહન ઝડપી બને તે માટે ઈન્ડિયન એયરફોર્સ પણ મદદમાં આવ્યું છે.જામનગર એયરફોર્સના ફેસબુક પેઈજ પર મુકવામા આવેલી એક પોસ્ટ મુજબ ગઈકાલે જામનગરમાં પણ જયપુરથી ઈન્ડિયન એયરફોર્સના વિમાનમાં ઓક્સિજનના ક્ન્ટેનર આવ્યા હતા. જો કે, આ અંગે એયરફોર્સ તરફતી કોઈ સત્તાવાર માહિતી આપવામા આવી નથી.
જામનગરમાં સી-17 ગ્લોબ માસટર વીમાન દ્વારા લાવવામા આવેલો ઓક્સિજનનો જથ્થો કઈ જગ્યા પર લઈ જવાયો અને કોને વિતરણ કરવામા આવ્યો તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામા આવી નથી. મહત્વનું છે કે, 26 તારીખે ઈન્ડિય એયરફોર્સ દ્વારા દુબઈથી 6 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર એરલીફ્ટ કરવામા આવ્યા હતા અને પશ્ચિમ બંગાળના પાનગઢ એરબેઝ પર લાવવામા આવ્યા હતા. દુબઈ ઉપરાંત બેંગકોકથી પણ ચાર ખાલી કન્ટેનર એરલીફ્ટ કરી પાનગઢ એરબેઝ પર લાવવામા આવ્યા હતા.ભારતની અંદર એયરફોર્સ દ્વારા એક કન્ટેનર બરોડાથી રાંચી, 2 કન્ટેનરપુનાથી જામનગર, 2 કન્ટેનર ભોપાલથી જામનગર, 3 ક્ન્ટેનર જયપુરથી જામનગર, 3કન્ટેનર ઈન્દોર અને ભોપાલથી જામનગર અને 1 કન્ટેનર હિન્દાનથી પાનગઢ એરલીફટ કરાયું હતું.