એરમેન તરીકે ઓટોમોબાઈલ ટેકનીશીયન તેમજ એરફોર્સ ટ્રેડ માટે નોન ટેકનિકલની ભરતી રેલીનું આયોજન
સુરેન્દ્રનગર જિલ્લાના રોજગાર વાંચ્છુક પુરુષ ઉમેદવારો સંરક્ષણ ક્ષેત્ર ઉજજવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર તા.૨૭-૨૮ ઓગસ્ટના રોજ કે.વી.ગ્રાઉન્ડ, એરપોર્ટ રોડ, કુદમ દિવ ખાતે ભારતીય હવાઈ દળમાં એરમેન તરીકે ઓટોમોબાઈલ ટેકનિશીયન અને ઈન્ડીયન એરફોર્સ (પોલીસ) ટ્રેડ માટે ગ્રુપ-વાય નોન ટેકનિકલની ભરતી રેલી યોજાનાર છે.
આ ભરતી રેલીમાં અપરણિત પુરુષ ઉમેદવારો કે જેઓનો જન્મ તા.૧૪/૭/૧૯૯૮ થી તા.૨૬/૬/૨૦૦૨ની વચ્ચે થયેલ હોય તેમજ ઓછામાં ઓછું ધોરણ-૧૨ (કોઈપણ પ્રવાહ)માં સરેરાશ ૫૦ ટકા ગુણ તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ હોવા જરી છે. તેમજ ઓટો મોબાઈલ ટેકનીશિયન માટે ૧૬૫ સેમી ઉંચાઈ તથા એરફોર્સ (પોલીસ) માટે ૧૭૫ સેમી સુધીની ઉંચાઈ અને પાંચ સેમી છાતીનો ફુલાવો ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. પ્રથમ ફિઝીકલ ફીટનેસ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં ૧૬૦૦ મીટર દોડ ૬ મિનિટ ૩૦ સેક્ધડમાં પૂર્ણ કરવાની રહેશે તથા ૧૦ પુશઅપ્સ, ૨૦ સ્કોટ નએ ૧૦ ઉઠક-બેઠક કરવાની રહેશે.
જેમાં ઉર્તિણ થનાર ઉમેદવારોની ઓ.એમ.આર બેઈઝડ લેખિત કસોટી લેવામાં આવશે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોને ભરતી સ્થળ પર સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી પ્રવેશ મળશે. જેમાં ઉપસ્થિત રહેવાની સાથે તેમના શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા અન્ય જરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે ૂૂૂ. ફશળિયક્ષતયહયભશિંજ્ઞક્ષ.ભમફભ.શક્ષ વેબસાઈટની મુલાકાત લેવી તેમજ જિલ્લા રોજગાર કચેરી, કલેકટર કચેરી સામે સુરેન્દ્રનગરનો સંપર્ક કરવા રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે